ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jr. NTR ની આવનાર ફિલ્મને લઈ મોટી અપડેટ આવી સામે, ચાહકોમાં નિરાશા

DEVARA POSTER RELEASE : RRR ફિલ્મ આવ્યા બાદ Jr. NTR ની લોકપ્રિયતા ભારતભરમાં ખૂબ જ વધી ગઈ છે. તેની લોકપ્રિયતામાં એ હદે વધારો આવ્યો છે કે હવે તેમના બધા જ ચાહકો તેમની આવનારી ફિલ્મોને લઈને ઘણા ઉત્સાહિત રહેતા હોય છે....
06:32 PM Feb 16, 2024 IST | Harsh Bhatt
DEVARA POSTER RELEASE : RRR ફિલ્મ આવ્યા બાદ Jr. NTR ની લોકપ્રિયતા ભારતભરમાં ખૂબ જ વધી ગઈ છે. તેની લોકપ્રિયતામાં એ હદે વધારો આવ્યો છે કે હવે તેમના બધા જ ચાહકો તેમની આવનારી ફિલ્મોને લઈને ઘણા ઉત્સાહિત રહેતા હોય છે....

DEVARA POSTER RELEASE : RRR ફિલ્મ આવ્યા બાદ Jr. NTR ની લોકપ્રિયતા ભારતભરમાં ખૂબ જ વધી ગઈ છે. તેની લોકપ્રિયતામાં એ હદે વધારો આવ્યો છે કે હવે તેમના બધા જ ચાહકો તેમની આવનારી ફિલ્મોને લઈને ઘણા ઉત્સાહિત રહેતા હોય છે. Jr. NTR ની આવનાર ફિલ્મ DEVARA ને લઈને મોટા સમાચાર આજે સામે આવ્યા છે. જેના બાદ Jr. NTR ના ફેન્સ ઘણા નારાજ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Jr. NTR એ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર 'DEVARA PART 1'નું નવું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં NTR ની ઝલક જોઈ શકાય છે. પોસ્ટર શેર કરવાની સાથે અભિનેતાએ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. જોકે, નવી રિલીઝ ડેટ ચાહકોને થોડી નિરાશ કરી શકે છે.

'DEVARA PART 1' માટે જોવી પડશે લાંબી રાહ 

KORATALA SIVA દ્વારા નિર્દેશિત DEVARA ને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં Jr. NTR  ની સાથે જાનવી કપૂર અને સૈફ અલી ખાન છે. વધુમાં ફિલ્મની એક ઝલક થોડા સમય પહેલા સામે આવી હતી. ફિલ્મનું લોહિયાળ એક્શન, Jr. NTR  ની સ્ક્રીન પ્રેસન્સ અને અનિરુદ્ધનું પાવરફૂલ બેગ્રાઉન્ડ મ્યુજિક લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. તે સમય દરમિયાન ફિલ્મની રિલીઝ ડેટ એપ્રિલ મહિનો હતી, ત્યારથી જ લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તાજેતરમાં Jr. NTR એ  સોશિયલ મીડિયા પર 'દેવરા પાર્ટ 1'નું નવું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં NTRની ઝલક જોઈ શકાય છે. પોસ્ટર શેર કરવાની સાથે અભિનેતાએ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. જોકે, નવી રિલીઝ ડેટ ચાહકોને થોડી નિરાશ કરી શકે છે.

હવે 'દેવરા પાર્ટ 1' જોવા માટે તો તમારે લાંબી રાહ જોવી પડશે કારણ કે આ ફિલ્મ બે મહિનામાં નહીં પરંતુ આઠ મહિના પછી સિનેમાઘરોમાં પ્રવેશ કરશે. NTRએ પોતે એક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.

હવે DEVARA 10 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે

નોંધનીય છે કે અગાઉ જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'દેવરા પાર્ટ 1' 5 એપ્રિલ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે મેકર્સે તેની રિલીઝમાં મોટો ફેરફાર કર્યો છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાનો અને ઓક્ટોબર મહિનામાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ 10 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. તમને જણાવી દઈએ કે જાન્હવી કપૂર આ ફિલ્મ દ્વારા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે.

આ પણ વાંચો -- ‘ઉડાન’થી ઘર ઘરમાં જાણીતું નામ બનેલ કવિતા ચૌધરીનું નિધન

Tags :
'DEVARA PART 1ANIRUDH RAVICHANDERDEVARAJHANVI KAPOORJR NTRKORATALA SIVANEW POSTERRELEASE POSTPONEDSaif Ali KhanT-Series
Next Article