Bigg Boss 19 નો તાજ ગૌરવ ખન્નાના શિરે, ફરહાના ભટ્ટ બની રનર અપ
- આજે બિગ બોસ 19 નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું
- તમામ સ્પર્ધકો ફરી બીગ બોસ 19 ના મંચ પર જોવા મળ્યા
- અંતિમ ઘડી સુધી રસાકસી જારી રહી
Bigg Boss 19 Winner : "બિગ બોસ 19" નો ગ્રાન્ડ ફિનાલે શરૂ થઈ ગયો જોરશોરમાં શરૂ થયો હતો, અને ટોપ 5 માં પહોંચ્યા પછી, પહેલા અમલ, પછી તાન્યા અને બાદમાં પ્રણીત બહાર થઈ ગયા હતા. અંતે ગૌરવ ખન્ના અને ફરહાના ભટ્ટ વચ્ચે સ્પર્ધા હતી. બિગ બોસ 19 ના વિનર ગૌરવ ખન્ના બન્ચા છે, અને રનર અપ ફરહાના ભટ્ટ બન્યા છે.
સવારે 10 વાગ્યા સુધી વોટિંગ લાઇન ખુલ્લી હતી
ટોચના 5 ફાઇનલિસ્ટ - ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, તાન્યા મિત્તલ, અમલ મલિક અને પ્રણીત મોરેને દર્શાવતો આ શો રાત્રે 9 વાગ્યે JioHotstar પર પ્રસારિત થવા લાગ્યો થવા લાગ્યો હતો. અહેવાલો અનુસાર, વિજેતાને રૂ. 50 લાખનું ઇનામ મળશે. આજે સવારે 10 વાગ્યા સુધી વોટિંગ લાઇન ખુલ્લી હતી. જેના કારણે અંતિમ સમય સુધી રસાકસી ભર્યો માહોલ જળવાઇ રહ્યો હતો.
પાંચ સ્પર્ધકોને બિગ બોસ 19 ની જર્ની બતાવવામાં આવી
એલીમિનેટેડ સ્પર્ધકોએ તેમના મનપસંદ સ્પર્ધકો માટે વોટ માંગ્યા હતા, અને બાદમાં તેઓ તેમને ટેકો આપવા માટે ગ્રાન્ડ ફિનાલેમાં આવ્યા છે. નીલમ ગિરી અમલ મલિક અને તાન્યા મિત્તલ માટે અપીલ કરી રહી હતી. અશ્નૂર, અભિષેક બજાજ અને મૃદુલ તિવારી ગૌરવ માટે વોટ માંગી રહ્યા હતા. શાહબાઝ સાથે તેની બહેન શહેનાઝ ગિલ અને અમલ પણ જોડાયા હતા. સફર પૂરી થાય તે પહેલાં, ટોચના પાંચ સ્પર્ધકોને તેમની બિગ બોસ 19 ની જર્ની બતાવવામાં આવી હતી, જેનાથી તેઓ ભાવુક થઈ ગયા હતા.
આ પણ વાંચો ------ રૂ. 30 કરોડની ઠગાઇના આરોપસર ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ