Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris માં થશે દુનિયાના સૌથી મોટા Dinosaur ની હરાજી, કિંતમ જાણીને સ્તબ્ધ થઈ જશો

Biggest Dinosaur Skeleton auctioned : Vulcain એ સૌથી સંપૂર્ણ સોરોપોડ અવશેષોમાંનું એક છે
paris માં થશે દુનિયાના સૌથી મોટા dinosaur ની હરાજી  કિંતમ જાણીને સ્તબ્ધ થઈ જશો
Advertisement
  • Vulcain એ અત્યાર સુધીનું સૌથી સંપૂર્ણ Skeleton છે
  • Vulcain એ સૌથી સંપૂર્ણ સોરોપોડ અવશેષોમાંનું એક છે
  • તેમાં ખોપરીનો એક ભાગ અને ગેસ્ટ્રેલિયાનો પણ સમાવેશ

Biggest Dinosaur Skeleton auctioned : ફ્રેન્ચમાં આવેલું હરાજી ગૃહ Collin du Bocage and Barbarossa એ તાજેતરમાં એક Dinosaur ના હાડપિંજરને હરાજી માટે તૈયાર કર્યું છે. ત્યારે Collin du Bocage and Barbarossa એ એ પણ સૂચન કર્યું છે કે, હરાજી માટે આપવામાં આવેલું Dinosaur નું Skeleton અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી સંપૂર્ણ Skeleton છે. જુલાઈમાં પ્રી-રજિસ્ટ્રેશન બિડ શરૂ થયા બાદ તેની કિંમત આશરે રૂ. 92-185 કરોડથી ઉપર આંકવામાં આવી હતી.

Vulcain એ અત્યાર સુધીનું સૌથી સંપૂર્ણ Skeleton છે

એક અહેવાલ અનુસાર, Apatosaurus skeleton ને 2018 માં યુએસએના વ્યોમિંગમાં મળી આવ્યું હતું અને તેની લંબાઈ 20.50 મીટર છે. તેમાંના લગભગ 80 ટકા હાડકા મળી આવ્યા હતા. આ તેને અત્યાર સુધીનું સૌથી સંપૂર્ણ Dinosaur Skeleton બનાવે છે. Collin du Bocage ના સ્થાપક અને હરાજી કરનાર ઓલિવિયર Collin du Bocage એ એક નિવેદનમાં કહ્યું કે, આ જીવનકાળની સૌથી જૂની શોધ છે. Vulcain એ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી સંપૂર્ણ Dinosaur Skeleton છે. 1997 માં T-Rex Sue ને US$8.4 મિલિયનમાં વેચાણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Spain: ડૂબી ગયેલી કારમાંથી મળી રહી છે અનેક લાશો...

Advertisement

Vulcain એ સૌથી સંપૂર્ણ સોરોપોડ અવશેષોમાંનું એક છે

તો Vulcain Dinosaur ના ખરીદનારને જીપીએસ પોઈન્ટ અને ઉત્ખનન યોજનાઓ તેમજ ઓસ્ટીયોલોજિકલ નકશો અને Dinosaur ને સત્તાવાર રીતે નામ આપવાના અધિકારો અને નમૂનાના કોપીરાઈટ આપવામાં આવશે. Vulcain એ લેટ જુરાસિક મોરિસન ફોર્મેશનમાંથી સૌથી સંપૂર્ણ સોરોપોડ અવશેષોમાંનું એક છે. જર્મનીની યુનિવર્સિટી ઓફ રોસ્ટોકના ક્રિશ્ચિયન ફોથ સહિત પ્રખ્યાત પેલેઓન્ટોલોજી નિષ્ણાતો દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમણે વિશ્લેષણ મુજબ, Vulcain Dinosaur એ Apatosaurus અને બ્રોન્ટોસોરસ બંનેની સમાન લાક્ષણિકતાઓ ધરાવે છે.

તેમાં ખોપરીનો એક ભાગ અને ગેસ્ટ્રેલિયાનો પણ સમાવેશ

Natural History Museum માં પ્રદર્શિત Apatosaurus નું મોડેલ ત્રણ અલગ-અલગ Dinosaur ના હાડપિંજરમાંથી બનાવવામાં આવ્યું છે. Vulcain એ 80 ટકા જેટલું સંપૂર્ણ Dinosaur છે અને તેમાં ખોપરીનો એક ભાગ અને ગેસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. અમેરિકન Dinosaur ને પેરિસની બહાર ચેટાઉ ડી ડેમ્પીયર-એન-યેવલાઇન્સમાં પ્રદર્શનમાં છે અને જુલાઇમાં પ્રદર્શન ખુલ્લું થયું ત્યારથી અત્યાર સુધીમાં 40,000 થી વધુ મુલાકાતીઓએ તેની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો: Serbia : રેલ્વે સ્ટેશનની અચાનક છત ધરાશાયી, બાળકી સહિત 14 ના મોત

Tags :
Advertisement

.

×