Bharuchમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ
- આરોપી વિજય પાસવાને વિકૃતિની (misdeeds) હદ વટાવી દીધી
- મેડિકલ રિપોર્ટમાં વિજય પાસવાનની વિકૃતતા સામે આવી
- પોલીસે ઘટનામાં વપરાયેલો સળિયો પણ કબ્જે કર્યો
ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં આરોપી વિજય પાસવાને વિકૃતિની (misdeeds) હદ વટાવી દીધી હતી. તેમાં પીડિતાના ગુપ્ત ભાગમાં નરાધમે સળિયો નાખ્યો હતો. જેમાં મેડિકલ રિપોર્ટમાં વિજય પાસવાનની વિકૃતી સામે આવી છે. ત્યારે પોલીસે ઘટનામાં વપરાયેલો સળિયો પણ કબ્જે કર્યો છે.
મેડિકલ રિપોર્ટ બાદ હત્યાના પ્રયાસની કલમ પણ ઉમેરાઈ
મેડિકલ રિપોર્ટ બાદ હત્યાના પ્રયાસની કલમ પણ ઉમેરાઈ છે. તેમજ આરોપી વિજયે એક મહિના પહેલા પણ દુષ્કર્મ (misdeeds) આચર્યું હતુ. જેમાં હવે ગંભીર ઈજાના પગલે પોલીસે તપાસ માટે સમિતિ બનાવી છે. ત્યારે સવાલ થાય છે કે ગુજરાતમાં ગુનાહિત માનસિકતાવાળા કેમ બની ગયા બેખોફ? દિકરી તરફ ખરાબ નજરથી જોવાની હિંમત આવે છે ક્યાથી? ગુજરાતને આ હદે અસુરક્ષિત રાજ્યનું કલંક આખરે કોના પાપે? શું ગુજરાતમાં દિકરીને બહાર નીકળવામાં પણ વિચારવું પડશે. જેમાં સૌથી મોટી વાત તો એ છે કે ભરૂચની દિકરી સાથે નિર્ભયા જેવો કાંડ છતાં નેતાઓ ગાયબ! સરપંચથી સાંસદ સુધી કોઈની પાસે સાંત્વના માટે સમય નથી. રાજનીતિના રોટલા શેકવા હોય તો રસ્તે ઉતરતા નેતાઓ ક્યા છે? જેમાં ભરૂચની દિકરી સાથે જઘન્ય અપરાધ છતાં નેતાજીને ચિંતા નથી.
વાતે વાતે રસ્તે ઉતરી પડતાં નેતાઓ અહીંયા કેમ ગાયબ ?
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પાસે પીડિતાના પરિવારને મળવાનો સમય નથી ! તેમજ ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તથા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા પાસે પણ સમય નથી! વાતે વાતે રસ્તે ઉતરી પડતાં નેતાઓ અહીંયા કેમ ગાયબ?
જાણો સમગ્ર ઘટના વિશે
ગુજરાતના ભરૂચ જિલ્લામાં 11 વર્ષીય તરૂણીનું તેના ઘરેથી જ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર (misdeeds) કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના ગુજરાતના ઔદ્યોગિક નગર ભરૂચમાં સોમવારે સામે આવી હતી. આ મામલે પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ કરીને આરોપી સામે કેસ દાખલ કરાવ્યો છે. જેમાં પોલીસે જણાવ્યું કે, 36 વર્ષીય આરોપી ઝારખંડનો મુળ નિવાસી છે. તે પીડિત તરૂણીના ઘરની બાજુમાં રહેતો હતો. તેના પિતા સાથે તેના જ કારખાનામાં કામ કરતો હતો. સોમવારે તરૂણી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો અને તેનું અપહરણ કરીને તેને નજીકની ઝાડીઓમાં લઇ ગયો હતો.
આરોપીએ પીડિતાને પોતાની હવસનો શિકાર બનાવી
આરોપીએ પીડિતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ દરમિયાન તે બુમો પાડતી રહી. તેની અવાજ સાંભળીને માતા મદદ માટે પહોંચી હતી. તેણે જોયું કે, તેમની દિકરી લોહી લુહાણ હાલતમાં પડી હતી. તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાની સ્થિતિ સ્થિર છે. આ મામલે પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમજ પોલીસ તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામાં આવી છે. જેમાં આરોપીને કસ્ટડીમાં લઇને પુછપરછ કરતા પોતાનો ગુનો કબુલી લીધો હતો. આરોપી પરણિત છે તથા બે બાળકનો પિતા છે. તેમજ આરોપી પીડિતાના પરિવારને પહેલાથી જ ઓળખતો હતો. તેમજ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Gujaratમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક Scam સામે આવતા ચકચાર મચી