ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar Accident : બિહારમાં રિક્ષા અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 6 લોકોના મોત, અનેક ઘાયલ...

બિહાર (Bihar)ના બેગુસરાઇ જિલ્લામાં મંગળવારે એક ભયાનક અકસ્માત (Accident) થયો. રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના FCI પોલીસ...
12:38 PM Jul 09, 2024 IST | Dhruv Parmar
બિહાર (Bihar)ના બેગુસરાઇ જિલ્લામાં મંગળવારે એક ભયાનક અકસ્માત (Accident) થયો. રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના FCI પોલીસ...

બિહાર (Bihar)ના બેગુસરાઇ જિલ્લામાં મંગળવારે એક ભયાનક અકસ્માત (Accident) થયો. રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના FCI પોલીસ સ્ટેશન વિસ્તારના રતન ચોક પાસે બની હતી. પોલીસે મૃતકોની ઓળખ માટેના પ્રયસો શરૂ કર્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

6 લોકોના ઘટનાસ્થળે મોત...

પોલીસ સ્ટેશન વિસ્તારના બિહટ રતન ચોક પાસે NH-31 ફોર લેન પર આ દુઃખદ અકસ્માત (Accident) થયો હતો. આજે સવારે સાત લોકો રિક્ષામાં સિમરિયાથી ઝીરો માઈલ તરફ આવી રહ્યા હતા. રતન ચોકડી પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારી હતી. આ અકસ્માત (Accident) એટલો જોરદાર હતો કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત (Accident) બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અકસ્માત (Accident) બાદ અડધા કલાક સુધી પોલીસ પહોંચી નહતી. જેથી ઈજાગ્રસ્તોની સર્વરમાં વિલંબ થયો હતો. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઇ લીધા છે અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : શું તમે ક્યારેય આવો હેવી ડ્રાઈવર જોયો છે! THAR ચઢાવી દીધી થાંભલા પર, Video Viral

આ પણ વાંચો : Hathras : SIT એ સરકારને 300 પાનાનો રિપોર્ટ સોંપ્યો, ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નહીં…

આ પણ વાંચો : West Bengal : છોકરી ચીસો પાડતી રહી અને બે લોકો લાકડીઓથી મારતા રહ્યા, Video Viral

Tags :
6 people diedauto and car collisionBegusarai accidentBegusarai road accidentBig accidentBihar accidentGujarati NewsIndiaNational
Next Article