બિહારના આગામી CM કોણ? JDU નીતિશના નામ પર અડગ, ભાજપે નિર્ણય NDAના ધારાસભ્યો પર છોડ્યો
- Bihar માં NDAની જીત બાદ હવે CM ની પસંદગી પર આરપાર
- બિહારમાં જીત બાદ CM પર સસ્પેન્સ બરકરાર
- નીતિશ કુમાર જ બનશે CM : JDU
- ભાજપે આના પર હાલ કોઇ નિવેદન નથી આપ્યું
બિહાર વિધાનસભાની ચૂંટણી 2025માં NDA ગઠબંધનને 243માંથી 202 બેઠકો મળી છે, જે એક મોટી જીત છે. હવે નવી સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ મુખ્યમંત્રી (CM) કોણ બનશે તે અંગે સવાલો છે.આ સવાલો વચ્ચે જનતા દળ યુનાઇટેડ (JDU) એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. JDU કહે છે કે હાલના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ બિહારના CM રહેશે.શુક્રવારે ચૂંટણીના પરિણામો આવ્યા પછી તરત જ, JDUના મોટા નેતાઓ જેમ કે લલ્લન સિંહ, સંજય ઝા, વિજય ચૌધરી અને શ્યામ રજક નીતિશ કુમારને મળ્યા હતા. આ મુલાકાત પછી લલ્લન સિંહે મીડિયાને કહ્યું કે, "બિહારમાં મુખ્યમંત્રીનું પદ ખાલી નથી." આનાથી સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમાર જ ફરીથી CM બનશે.
Bihar માં CM પર સસ્પેન્સ યથાવત
બીજી તરફ, NDAમાં સૌથી વધુ 89 બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મુખ્યમંત્રી પદ અંગે થોડું સસ્પેન્સ જાળવી રાખ્યું છે. ભાજપના નેતાઓ નીતિશ કુમારનું નામ ખુલ્લેઆમ લેવાનું ટાળી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે મીડિયાને જણાવ્યું હતું કે પક્ષ એક-બે દિવસમાં બિહારના લોકોનો આભાર માનવા માટે એક કાર્યક્રમ યોજશે. ત્યારબાદ, "તમામ પક્ષોના ધારાસભ્યો તેમના સંબંધિત નેતાઓની પસંદગી કરશે. ત્યારબાદ, NDA ધારાસભ્યો સામૂહિક રીતે તેમના નેતાની પસંદગી કરશે." જયસ્વાલે ઉમેર્યું કે આ સરકાર રચના માટેની બંધારણીય પ્રક્રિયા છે. નીતિશ ફરી મુખ્યમંત્રી બનશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ અંગે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે. બિહાર ચૂંટણી માટે ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને પણ મુખ્યમંત્રી વિશે પૂછવામાં આવતા નીતિશ કુમારના નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું અને માત્ર એટલું જ કહ્યું હતું કે "આગામી મુખ્યમંત્રી NDA માંથી હશે."
NDAની ભવ્ય જીત
ઉલ્લેખનીય છે કે શુક્રવારે જાહેર થયેલા પરિણામોમાં, NDA એ 243માંથી 202 બેઠકો જીતી હતી. ઘટક પક્ષોમાં ભાજપે 89, JDU એ 85, LJP-R એ 19, HAM એ 5 અને RLDM એ 4 બેઠકો જીતી હતી. NDA ધારાસભ્યોની બેઠક અને નેતાની પસંદગી પછી જ શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: IFFCO નાં અધ્યક્ષ Dileepbhai Sanghani ની આંધ્ર પ્રદેશનાં CM એન. ચંદ્રબાબુ નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત