ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહારમાં AIMIM ના ઉમેદવારને ત્યાં બિરયાનીની લૂંટ, જમવા માટે પડાપડી

બિહારની ચૂંટણીમાં રોજ અવનવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમ જેમ પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી જારી કરી રહી છે. તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે. જે ઉમેદવારોના નામ જારી કરી દેવામાં આવ્યા છે, તેઓ હવે નામાંકનથી જ જીતનો વિશ્વાસ પેદા કરવામાં લાગી ગયા છે. આવું જ કંઇક AIMIM ના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.
11:11 PM Oct 16, 2025 IST | PARTH PANDYA
બિહારની ચૂંટણીમાં રોજ અવનવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમ જેમ પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી જારી કરી રહી છે. તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે. જે ઉમેદવારોના નામ જારી કરી દેવામાં આવ્યા છે, તેઓ હવે નામાંકનથી જ જીતનો વિશ્વાસ પેદા કરવામાં લાગી ગયા છે. આવું જ કંઇક AIMIM ના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

AIMIM Candidate Biryani Loot : બિહારમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જારી કરી રહી છે. કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા તો એકથી વધારે યાદીઓ પણ આવી ચૂકી છે. જે ઉમેદવારોના નામ પહેલાથી જારી થયા છે, તેઓ હવે નામાંકન પત્ર દાખલ કરી રહ્યા છે. ગયા વખતની જેમ, લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM, ચૂંટણી લડી રહી છે. AIMIM ઉમેદવાર તૌસિફ આલમ બિહારના સીમાંચલ પ્રદેશના જિલ્લા કિશનગંજના બહાદુરગઢ મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. બિરયાનીને લઈને તેમના નામાંકન દરમિયાન હંગામો થયો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નાસ્તા તરીકે બિરયાની આપવામાં આવી

બિરયાની પર થયેલી ભાગદોડનો વીડિયો બિહારના કિશનગંજના બહાદુરગઢ મતવિસ્તારથી AIMIM ઉમેદવાર તૌસિફ આલમના (AIMIM Candidate Biryani Loot) નામાંકનનો છે. નામાંકન દરમિયાન સમર્થકોને નાસ્તા તરીકે બિરયાની આપવામાં આવી હતી. ઓવૈસીની પાર્ટીના ઉમેદવારના નામાંકન દરમિયાન સમર્થકોને હૈદરાબાદીની બિરયાની પણ આપવામાં આવી હતી. જેને લઇને ભારે પડાપડી થઇ હોય તેવું વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે. જેને લઇને પાર્ટીના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટનાના કારણે AIMIM ઉમેદવાર તૌસિફ આલમ ચર્ચામાં આવ્યા છે.

કિશનગંજમાં બિરયાની માટે લૂંટ

AIMIM ઉમેદવાર તૌસિફ આલમ પણ બિરયાની (AIMIM Candidate Biryani Loot) માટે આવી નાસભાગ અને પરિણામે થયેલી લૂંટની કલ્પના કરી શકતા ન હતા. મળતી માહિતી મુજબ, તૌસીફ આલમની નોમિનેશન પ્રક્રિયા પૂરી થતાં જ AIMIMના કાર્યકરો અને સમર્થકો બિરયાની પ્લેસ પર એકઠા થઈ ગયા હતા. જે બાદ રીતસરની લૂંટ મચી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને એક તબક્કે લોકો બેકાબુ બનતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જો કે, આ ઘટનામાં હજી સુધી કોઇ જાનહાની અથવા ઇજાઓ અંગેની માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો ------  ભોજપુરી ગ્લેમર ક્વિન ચૂંટણી મેદાનમાં ઉતરશે, ચિરાગ પાસવાને ખેલ્યો મોટો દાવ

Tags :
#BiharElectionAIMIMCandidateBiriyaniLootGujaratFirstgujaratfirstnewsGujaratiNewsViralVideo
Next Article