બિહાર ચૂંટણી પહેલા NDA માટે મોટો ઝટકો, ચિરાગ પાસવાનની પાર્ટીના ઉમેદવાર સીમા સિંહનું નામાંકન રદ
- ભોજપુરી અભિનેત્રી seema singh નું નામાંકન થયું રદ
- બિહાર ચૂંટણી પહેલા NDA ને મોટો ઝટકો
- ચિરાગ પાસવાનની પાર્ટીના ઉમેદવારનું નામાંકન રદ કરાયું
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ગઠબંધનને એક મોટો ઝટકો લાગ્યો છે. છપરા જિલ્લાના મધૌરા વિધાનસભા મતવિસ્તારમાંથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના ઉમેદવાર અને પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ અભિનેત્રી સીમા સિંહનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. સીમા સિંહ તાજેતરમાં ચિરાગ પાસવાનની પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ્યા હતા.
ભોજપુરી અભિનેત્રી seema singh નું નામાંકન થયું રદ
પ્રાપ્ત માહિતી અનુસાર સીમા સિંહના નામાંકન પત્રોની ચકાસણી દરમિયાન કેટલીક ટેકનિકલ ખામીઓ મળી આવી હતી, જેના કારણે ચૂંટણી અધિકારીએ તેમનું નામાંકન રદ કર્યું હતું. મધૌરા બેઠક પર પ્રથમ તબક્કામાં એટલે કે 6 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, અને નામાંકન રદ થવાથી આ બેઠક પર NDAની સ્થિતિ નબળી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.સીમા સિંહના બહાર થવાથી, હવે મધૌરા વિધાનસભા બેઠક પર મુખ્યત્વે RJD અને જનસુરાજ પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થશે. આરજેડી તરફથી વર્તમાન ધારાસભ્ય અને બિહાર સરકારના પૂર્વ મંત્રી જીતેન્દ્ર કુમાર રાય મેદાનમાં છે.
ભોજપુરી અભિનેત્રી seema singh નું આ કારણથી રદ થયું નામાંકન
ભોજપુરી અભિનેત્રી સીમા સિંહને ચિરાગ પાસવાને ટિકિટ આપીને ચૂંટણીને રસપ્રદ બનાવી હતી, પરંતુ હવે તેઓ મેદાનમાંથી બહાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, સીમા સિંહે તેમના ચૂંટણી સોગંદનામામાં તેમની શૈક્ષણિક લાયકાત નવમા ધોરણ સુધીની હોવાની વિગતો રજૂ કરી હતી.બિહાર ચૂંટણી પહેલા જ NDA એ એક બેઠક ગુમાવી દીધી છે. છપરા જિલ્લાના મધૌરા વિધાનસભા મતવિસ્તારમાંથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના ઉમેદવાર સીમા સિંહનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નામાંકન પત્રોની ચકાસણી દરમિયાન દસ્તાવેજોમાં ખામીઓ મળી આવી હતી, જેના કારણે ચૂંટણી અધિકારીએ તેમનું નામાંકન રદ કર્યું હતું. 243 સભ્યોની બિહાર વિધાનસભા માટે ચૂંટણી બે તબક્કામાં (6 અને 11 નવેમ્બર) યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે. NDA ગઠબંધનમાં JDU અને BJP 101-101 બેઠકો, LJP (રામ વિલાસ) 29 બેઠકો, અને HAM તથા RLKJ છ-છ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના નંદુરબારમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 શ્રદ્વાળુઓના મોત, 8 ઇજાગ્રસ્ત