ચા વેચનારને ત્યાં દરોડા, રૂ. 1.05 કરોડ રોકડા સહિત સોના-ચાંદીનો બેનામી ખજાનો મળ્યો
- સાયબર ક્રાઇમની રિંગ સુધી પહોંચવામાં પોલીસને મળી મોટી સફળતા
- ચા વેચનારને ત્યાંથી મોટા પ્રમાણમાં બેમાની સંપત્તિ મળતા અધિકારીઓ ચોંક્યા
- ગેંગનો સાગરિત પૈસા ટ્રાન્સફર કરીને પોતાના રોકડા ઉપાડતો હોવાના પુરાવા મળ્યા
GopalGanj Raid : બિહાર પોલીસે ગોપાલગંજમાં (Bihar Police Raid In GopalGanj) એક ચા વેચનારના ઘરેથી રૂ. 1.05 કરોડથી વધુની રોકડ અને મોટી માત્રામાં દાગીના જપ્ત કર્યા છે. અહેવાલ મુજબ, પોલીસે આંતરરાજ્ય સાયબર ક્રાઇમ નેટવર્કમાં (Cyber Crime Network) સામેલ બે ભાઈઓની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ખજાનો મળ્યો
અહેવાલો અનુસાર, બાતમીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે શુક્રવારે, 17 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે અમેઠી ખુર્દ ગામમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો. શોધખોળ દરમિયાન, પોલીસે રૂ. 1,05,49,850 રોકડ, 344 ગ્રામ સોનું, 1.75 કિલોગ્રામ ચાંદી અને ઓનલાઈન છેતરપિંડી સંબંધિત ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.
Election Crackdown: Rs 1 Crore Cash Seized from Gopalganj Mechanic’s House; Income Tax Dept Joins Probe#Bihar #Gopalganj #Thawe #CashRecovery #IncomeTax #BiharNews https://t.co/RiMJMRLuMj
— Patna Press (@patna_press) October 18, 2025
આરોપી ચા ની દુકાન ચલાવતો હતો
સાયબર ડીએસપી અવંતિકા દિલીપ કુમારના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી વસ્તુઓમાં 85 એટીએમ કાર્ડ, 75 બેંક પાસબુક, 28 ચેકબુક, આધાર કાર્ડ, બે લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન અને એક લક્ઝરી કારનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી અભિષેક કુમાર સાયબર ક્રાઇમ રિંગમાં જોડાતા પહેલા એક નાની ચાની દુકાન ચલાવતો હતો.
પૈસા ફેરવવામાં એક્સપર્ટ
જો કે, બાદમાં તે દુબઈ ગયો, જ્યાંથી તેણે છેતરપિંડીની પ્રવૃત્તિઓનું સંકલન કર્યું હોવાનું માનવામાં આવે છે, જ્યારે તેનો ભાઈ આદિત્ય કુમાર ભારતમાં વ્યવહારો અને લોજિસ્ટિક્સનું સંચાલન કરતો હતો. ડીએસપી અવંતિકા દિલીપ કુમારે જણાવ્યું હતું કે, "પ્રારંભિક તપાસ સૂચવે છે કે, ગેંગે છેતરપિંડીના ભંડોળને અનેક બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યું હતું, અને બાદમાં તેને રોકડમાં રૂપાંતરિત કર્યું હતું."
અન્ય રાજ્યોમાં પણ તપાસ
પોલીસને શંકા છે કે આ નેટવર્ક બિહારથી આગળ પણ ફેલાયેલું છે, અને સંભવતઃ અન્ય રાજ્યો સાથે તેના સંબંધો છે. ગેંગ સાથે જોડાયેલા અન્ય ઘણા વ્યક્તિઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જપ્ત કરાયેલા મોટાભાગના બેંક પાસબુક બેંગલુરુમાં જારી કરવામાં આવ્યા હતા, જેના કારણે તપાસકર્તાઓ અન્ય રાજ્યોમાં તપાસનો વિસ્તાર કરી રહ્યા છે. અધિકારીઓ તે પણ તપાસ કરી રહ્યા છે કે, શું આ ખાતાઓ રાષ્ટ્રીય સ્તરના સાયબર નેટવર્ક સાથે જોડાયેલા હતા કે કેમ. દરોડા બાદ, આવકવેરા વિભાગ અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ની ટીમો પણ ભંડોળના સ્ત્રોત અને સંગઠિત સાયબર ગુના સાથે સંભવિત લિંક્સની પુષ્ટિ કરવા માટે તપાસમાં જોડાઈ હતી.
બેંકના દસ્તાવેજો જપ્ત કર્યા
અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા અભિષેક કુમાર અને આદિત્ય કુમારની બે દિવસથી પૂછપરછ ચાલી રહી છે. પોલીસ નેટવર્કના વધારાના સભ્યોને ઓળખવા માટે જપ્ત કરાયેલા ઉપકરણોમાંથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. સાયબર ડીએસપી અવંતિકા દિલીપ કુમારે જણાવ્યું હતું કે, "આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી. અમે રૂ. 1.05 કરોડથી વધુ રોકડ, લાખો રૂપિયાના દાગીના અને સાયબર છેતરપિંડી સંબંધિત અનેક બેંક દસ્તાવેજો જપ્ત કર્યા છે. બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલી રહી છે."
આ પણ વાંચો ----- દિવાળાની ઉજવણી બાદ Delhi-Ncr માં પ્રદૂષણનો કહેર! AQI રેડ ઝોનમાં પહોંચ્યું


