Bihar Politics : બિહાર ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 9 મહિલાઓને મળી ટીકિટ
Bihar Politics : બિહારની ચૂંટણીને લઈને દેશની સૌથી મોટી બે રાજકીય પાર્ટીઓ મેદાનમાં પોતાની શક્તિ બતાવી રહી છે, આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં બિહાર રાજકારણના મોટા નેતાઓના નામ જોવા મળી રહ્યાં છે, તો આ વચ્ચે મહિલા શક્તિ ઉપર પણ વિશ્વાસ મૂકીને 9 મહિલાઓને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવી છે. તેથી બિહારની ચૂંટણી રોમાંચક બનવા જઈ રહી છે. કોંગ્રેસ પણ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે..
03:14 PM Oct 14, 2025 IST
|
Mujahid Tunvar
- Bihar Politics : ભાજપની 71 ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર, મહિલા શક્તિ ઉપર મૂક્યો વિશ્વાસ
- ભાજપનો બિહારી રણનીતિ : રામકૃપાલથી રેણુ દેવી સુધીના મોટા નામો પ્રથમ લિસ્ટમાં
- બિહાર વિધાનસભા ચૂંટણી : ભાજપે 71 ટિકિટોની વહેંચણી
- NDAની તૈયારી : ભાજપની પ્રથમ લિસ્ટમાં 71 નામો, શ્રેયસી સિંહ જમુઈથી
- બિહાર પોલ્સ 2025 : ભાજપના ઉમેદવારોની લિસ્ટમાં નવા-પુરાણા ચહેરાઓનું મિશ્રણ
પટણા : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ( Bihar Politics ) લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ લિસ્ટ જારી કરી દીધી છે. ભાજપે 71 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સમરાટ ચૌધરી તારાપુરથી ચૂંટણી લડશે. સીવાનથી મંગલ પાંડેયા ચૂંટણી લડશે. દાનાપુરથી રામકૃપાલ યાદવને ટિકિટ મળ્યું છે. ભાજપે આરાથી સંજય સિંહ, પરિહારથી ગાયત્રી દેવીને ટિકિટ આપી છે.
ભાજપે બેટિયાથી રેણુ દેવી, જમુઈથી શ્રેયસી સિંહને ટિકિટ આપી છે. તો રક્સૌલથી પ્રમોદ કુમાર ચૂંટણીના મેદાનમાં દેખાશે. સીતામઢીથી સુનીલ કુમાર પિન્ટુને ટિકિટ આપવામાં આવી છે. લખીસરાયથી વિજય કુમાર સિંહાને ટિકિટ આપી છે.
રીગાથી બૈદ્યનાથ, મધુબનથી રાણા રણધીર, બથનાહથી અનિલ કુમાર મેદાનમાં હશે. બેનીપટ્ટીથી વિનોદ નારાયણ ઝા અને અરવલથી મનોજ શર્મા મેદાનમાં ઉતરશે.
ભાજપની ટિકિટોની પ્રથમ યાદીમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે.
- 1. બેતિયાથી રેણુ દેવી
- 2. પરિહારથી ગાયત્રી દેવી
- 3. નરપતગંજથી દેવંતી યાદવ
- 4. કિશનગંજની સ્વીટી સિંહ
- 5. પ્રાણપુરથી નિશા સિંહ
- 6. કોડામાંથી કવિતા દેવી
- 7. ઔરાઈથી રમા નિષાદ
- 8. વારસાલીગંજની અરુણા દેવી
- 9. જમુઈથી શ્રેયસી સિંહ
Next Article