Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિરસા મુંડા જન્મજયંતિ : સંઘર્ષની જ્વાળા, અસમાનતા સામેની ગર્જના અને આદિવાસી આત્મગૌરવનું અમર પ્રતીક

બિરસા મુંડાનો સંઘર્ષ ત્રણ સ્તરો પર ચાલતો હતો. એક સામાજિક જાગૃતિ જેમાં દમન સામે ઊભા રહેવાની માનસિક શક્તિ તેમણે પોતાનાં લોકોમાં જગાડી હતી. બીજુ સાંસ્કૃતિક સંરક્ષણ જેમાં પરંપરા, ભાષા, સંસ્કૃતિ—આ બધાનું મૂલ્ય તેમણે સ્પષ્ટ કર્યું કે, સમાજની ઓળખ ભૂંસાય એ પહેલાં જ જગાડવાની જરૂર છે. અને ત્રીજુ ધાર્મિક પ્રેરણા જમાં તેમનો સંદેશ હતો “ભગવાન અને કુદરત વચ્ચેનું બંધન અખંડ છે”
બિરસા મુંડા જન્મજયંતિ   સંઘર્ષની જ્વાળા  અસમાનતા સામેની ગર્જના અને આદિવાસી આત્મગૌરવનું અમર પ્રતીક
Advertisement
  • બિરસા મુન્ડા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિના આગવા દીપસ્તંભ
  • ભગવાન અને કુદરત વચ્ચેનું બંધન અખંડ છે - બિરસા મુન્ડા
  • ધાર્મિક દબાણ અને જબરદસ્તી પરિવર્તનનો દૃઢ વિરોધ

Birsa Munda Jayanti 2025 : ભારતનો ઈતિહાસ જ્યારે પણ સ્વતંત્રતા, સામાજિક ન્યાય અને માનવ ગૌરવની વાત કરે છે, ત્યારે બિરસા મુન્ડાનું (Birsa Munda Jayanti 2025) નામ અવિરત ગૂંજાય છે. તે નિમિત્તે રાજકોટની પીએમશ્રી શાળાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષીકા ડો. વનિતા રાઠોડ જણાવે છે કે, જંગલોની છાયામાં જન્મેલો આ યુવાન કૃપાળુ નેતા માત્ર આદિવાસી સમાજનો રક્ષક ન હતાં, પરંતુ એક એવી ક્રાંતિકારી શક્તિ હતી, જેણે અન્યાયના ગાઢ અંધકારમાં પ્રકાશનો જ્વાળામુખી સળગાવ્યો. તેમની જન્મજયંતિ માત્ર એક સ્મારક દિવસ નથી; તે આપણા રાષ્ટ્રીય માનસને નવી તાજગી આપતો, સંઘર્ષ અને અસમાનતા સામે લડવાની હિંમત પ્રદાન કરતો એક પ્રેરણાનો પવિત્ર અવસર છે. 19મી સદીનો આદિવાસી સમાજ બ્રિટિશ નીતિઓ, જમીનદારી પ્રથા અને બહુમુખી શોષણના ભાર નીચે ચગદાઇ રહ્યો હતો. પોતાની જ જમીનમાં પરધિન બની ગયેલી પ્રજા માટે બિરસા મુન્ડાનું (Birsa Munda Jayanti 2025) હોવું સૂર્યોદય સમાન હતું. તેમણે 1899–1900 દરમિયાન ‘ઉલગુલાન' મહા ઉથલપાથલનું નેતૃત્વ કર્યું.

Advertisement

સમાજની ઓળખ ભૂંસાય એ પહેલાં જ જગાડવાની જરૂર

બળવો માત્ર એક વિદ્રોહ નહોતો, તે આદિવાસી આત્મગૌરવનું ઘોષપત્ર, હક્કોની પ્રખર માંગ અને બ્રિટિશ શાસન સામેનો અડગ ચેતાવણીગર્જન હતો. બિરસાએ (Birsa Munda Jayanti 2025) લોકોને યાદ અપાવ્યું કે, જમીન માત્ર પ્રોપર્ટી નથી—તે તો જીવન, ઓળખ અને પરંપરાનો હ્રદય છે. તેઓ નેતા કરતા વધુ—ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિના આગવા દીપસ્તંભ હતાં. બિરસા મુન્ડાનો સંઘર્ષ ત્રણ સ્તરો પર ચાલતો હતો. એક સામાજિક જાગૃતિ જેમાં દમન સામે ઊભા રહેવાની માનસિક શક્તિ તેમણે પોતાનાં લોકોમાં જગાડી હતી. બીજુ સાંસ્કૃતિક સંરક્ષણ જેમાં પરંપરા, ભાષા, સંસ્કૃતિ—આ બધાનું મૂલ્ય તેમણે સ્પષ્ટ કર્યું કે, સમાજની ઓળખ ભૂંસાય એ પહેલાં જ જગાડવાની જરૂર છે. અને ત્રીજુ ધાર્મિક પ્રેરણા જમાં તેમનો સંદેશ હતો “ભગવાન અને કુદરત વચ્ચેનું બંધન અખંડ છે” તેમણે ધાર્મિક દબાણ અને જબરદસ્તી પરિવર્તનનો દૃઢ વિરોધ કર્યો.

Advertisement

યુવાનો માટે બિરસા મુન્ડાના જીવનમાંથી ત્રણ મહાન પાઠ મળે

યુવાનો માટે બિરસા (Birsa Munda Jayanti 2025) હિંમત અને નેતૃત્વનું જીવંત પાઠપુસ્તક સમાન હતાં. માત્ર 26 વર્ષની ઉંમરે જીવન પૂર્ણ કરનાર બિરસાએ બતાવી દીધું કે, ઉમર નહિ પરંતુ હૃદયની શક્તિ ઈતિહાસ લખે છે. આજના યુવાનો માટે બિરસા મુન્ડાના જીવનમાંથી ત્રણ મહાન પાઠ મળે છે. એક અન્યાય સામે કદી મૌન ન રહેવું. બીજુ ગૌરવ માટે ત્યાગ કરવો પડે તો પણ પાછળ ન હટવું, અને ત્રીજુ સમાજને જોડતો નેતૃત્વ જ સાચો પ્રગતિનો માર્ગ છે.

ભારતની આત્માનું પ્રતિબિંબ સમાન

તેમની ઉર્જા, સ્પષ્ટતા અને નિર્ભિકતા આજના ભારતને પણ માર્ગદર્શન આપે છે. જંગલો, જમીન, આદિવાસી અધિકારો, કુદરતનું સંરક્ષણ—આ પ્રશ્નો આજે પણ આપણને પડકાર આપે છે. તેમનો પ્રવાસ આપણાં સમાજને બતાવે છે કે, ન્યાય, આધ્યાત્મ અને ધૈર્ય આ ત્રણ માનવ જીવનના સૌથી મજબૂત સ્તંભ છે. બિરસા મુન્ડા (Birsa Munda Jayanti 2025)—સંઘર્ષનો શ્વાસ, ગૌરવનું તેજ અને ભારતની આત્માનું પ્રતિબિંબ સમાન હતાં. જ્યારે પણ આપણે ન્યાય, સમાનતા અને ગૌરવ માટે મથામણ કરીએ, ત્યારે બિરસાનો અવાજ આજે પણ સ્પષ્ટ સાંભળાય છે “જો હક ગુમાઈ રહ્યો હોય, તો મૌન રહેવું પણ અન્યાય છે.” ૧૫ નવેમ્બરના એમની જન્મજયંતિ દેશભરમાં ઊજવવા આવે છે.

આ પણ વાંચો ----  ભગવાન બિરસા મુંડા કોણ હતા? જાણો જયંતિનો ઇતિહાસ અને આદિવાસી સમાજમાં તેમનું યોગદાન

Tags :
Advertisement

.

×