ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે CM સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓને ઉતાર્યા

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉતાર્યા છે.
03:56 PM Feb 05, 2025 IST | KRUTARTH JOSHI
ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉતાર્યા છે.
Local Body election Gujarat

અમદાવાદ : ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉતાર્યા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર પાટીલ,  પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય શ્રમ-રોજગાર,યુવા અને સાંસ્કૃતિક અને રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા, મત્સ્ય પાલન, કેન્દ્રીય મંત્રી પશુપાલન અને ડેરી  પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરી છે. આ ઉપરાંત કૂલ 20 નેતાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કબ્જે કરવા માટે ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્ય માટે તમામ પક્ષો કરી રહ્યા છે તૈયારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજ્યની પાલિકા અને નગરપાલિકા ખાતે તમામ પક્ષો પોતપોતાનું જોર અજમાવી રહ્યા છે. જો કે વર્ષોથી વિધાનસભાામં નિસ્તેજ થઇ ગયેલી કોંગ્રેસની પાલિકા અને નગરપાલિકા તથા ગ્રામપંચાયતોમાં મજબુત પકડ હતી. જો કે હવે કોંગ્રેસ સ્થાનિક સ્તરે પણ પક્કડ ગુમાવી ચુકી હોય તેવું એક ચિત્ર ઉભુ થઇ રહ્યું છે.ગુજરાતમાં ભાજપે ફરી એકવાર તેના મજબૂત ગઢ ગુજરાતમાં વિપક્ષ પર વિજય મેળવ્યો છે.

આ પણ વાંચો : Gujarat Local body election 2025: 215 બેઠકો બિનહરીફ જીતી, બાકીની બેઠકો માટે 16મીએ મતદાન

ભાજપ પહેલાથી જ 215 બેઠકો પર બિનહરીફ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 215 બેઠકો બિનહરીફ જીતી છે. રાજ્યમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને AAP ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં, ભાજપે કુલ 215 બેઠકો બિનહરીફ જીતી, જેમાં 68 નગરપાલિકાઓમાં 196 બેઠકો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 9 બેઠકો, તાલુકા પંચાયતમાં 10 બેઠકોનો પેટા-ચૂંટણીમાં સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ChhotaUdepur નગરપાલિકા ચૂંટણી જંગમાં 99 ઉમેદવારો મેદાને, જાણો શું કહે છે આંકડા?

Tags :
BJP star campaignerGujarat FirstGujarat local body electionslocal Body elections
Next Article