ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપની Maharashtraના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત

ભાજપને મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત મળી એકનાથ શિંદેની શિવસેનાને પણ મોટી સફળતા મળી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારને પણ લોટરી લાગી Maharashtra ElectionResults : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra ElectionResults) ના ટ્રેન્ડમાં ભાજપની હવા કે આંધી નહીં...
11:37 AM Nov 23, 2024 IST | Vipul Pandya
ભાજપને મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત મળી એકનાથ શિંદેની શિવસેનાને પણ મોટી સફળતા મળી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારને પણ લોટરી લાગી Maharashtra ElectionResults : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra ElectionResults) ના ટ્રેન્ડમાં ભાજપની હવા કે આંધી નહીં...
Maharashtra ElectionResults

Maharashtra ElectionResults : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra ElectionResults) ના ટ્રેન્ડમાં ભાજપની હવા કે આંધી નહીં પરંતુ સુનામી દેખાઈ રહી છે. ભાજપે રાજ્યમાં 148 બેઠકો પર ચૂંટણી લડી હતી અને અત્યાર સુધીના વલણો મુજબ તે 127 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો તે ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત હશે. ભાજપનો સ્ટ્રાઈક રેટ 84 ટકા રહ્યો છે જે રાજકીય પંડિતો માટે પણ આશ્ચર્યજનક છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં પહેલીવાર ભાજપને આટલી બધી બેઠકો મળશે. આ સાથે, પાર્ટી રાજ્યની રાજનીતિમાં માત્ર મજબૂત નહીં બને પરંતુ ગઠબંધનમાં પણ ખૂબ જ શક્તિશાળી ઉભરી આવશે અને તેને પોતાના મુખ્યમંત્રી બનાવવામાં સફળતા મળી શકે છે.

ભાજપને મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત મળી

ભાજપ માટે 127 સીટો પર લીડ મેળવવા ઉપરાંત સ્ટ્રાઈક રેટ પણ મહત્વ ધરાવે છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 260 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ માત્ર 122 બેઠકો જીતી હતી. આ પછી, 2019 માં તેણે શિવસેના સાથે ગઠબંધન કર્યું અને 150 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા. આ પછી પણ તે માત્ર 105 સીટો જીતી શકી હતી. જો આ રીતે જોવામાં આવે તો ભાજપને મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત મળી છે. અગાઉ ભાજપે 2009માં 46 અને 2004માં 54 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો---Live Updates: મહારાષ્ટ્રમાં બીજેપી-એનસીપીના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી

એકનાથ શિંદેની શિવસેનાને પણ મોટી સફળતા મળી

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આ બહુમતી એટલી મજબૂત છે કે તેણે મહાવિકાસ અઘાડીના તમામ પક્ષોને મળેલી બેઠકો કરતાં બમણીથી વધુ બેઠકો જીતી છે. ભાજપની સાથે એકનાથ શિંદેની શિવસેનાને પણ મોટી સફળતા મળી છે અને તે 54 બેઠકો પર આગળ છે. આટલું જ નહીં કાકા શરદ પવાર સામે બળવો કરનાર અજિત પવારની NCP પણ 35 સીટો પર આગળ છે.

એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારને પણ લોટરી લાગી

એકનાથ શિંદેની શિવસેના 71 ટકા સીટો પર આગળ છે, જ્યારે અજિત પવારની પાર્ટી 61 ટકા સીટો પર આગળ છે. એવું માનવામાં આવે છે કે એક તરફ ભાજપને ધ્રુવીકરણનો ફાયદો મળ્યો છે, જે યોગી આદિત્યનાથના 'બનટેંગે તો કટંગે' ના નારાને કારણે થયું છે. આ ઉપરાંત લાડકી બહેન યોજનાને કારણે તેને મહિલાઓનો પણ મોટો ટેકો મળ્યો છે. વોટિંગ પછી પણ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ વખતે 4% વધુ વોટ પડ્યા છે અને તે અમારા ફાયદામાં રહેશે.

આ પણ વાંચો----Priyanka Gandhi ની વાયનાડ સીટ પર જીત, 24 હજારની લીડ સાથે જીતની નજીક

Tags :
ajit pawarallianceBJPCongressDevendra Fadnaviseknath shindeEknath Shinde's Shiv SenaElectionresultselections results 2024IndiaMaharashtra Assembly ElectionsMaharashtra Assembly Elections 2024ncp ajit pawarNDAPrime Minister Narendra ModiYogi Adityanath
Next Article