ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : 'ભાજપે પંજાબમાં મદદ કરી AAP ગુજરાતમાં શાંતિ ડહોળે છે' : જગદીશભાઈ વિશ્વકર્મા

Surendranagar : ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ગ્રાઉન્ડ પર ઉતરી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં તેમના અભિવાદનના એક કાર્યક્રમમાં તેઓ આમ આદમી પાર્ટી પર જોરદાર વરસ્યા છે. તેમણે આપને ખેડૂતોને ખોટા રસ્તે લઈ જનારી પાર્ટી ગણાવીને રાજ્યની શાંતિ ડહોળાના તીખા પ્રહારો કર્યા છે. વિશ્વકર્માએ જણાવ્યું કે, ભાજપ પંજાબમાં મદદ કરી રહ્યું છે તો આપ ગુજરાતની શાંતિ ડહોળી રહ્યું છે.
01:22 AM Nov 05, 2025 IST | Mujahid Tunvar
Surendranagar : ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ગ્રાઉન્ડ પર ઉતરી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં તેમના અભિવાદનના એક કાર્યક્રમમાં તેઓ આમ આદમી પાર્ટી પર જોરદાર વરસ્યા છે. તેમણે આપને ખેડૂતોને ખોટા રસ્તે લઈ જનારી પાર્ટી ગણાવીને રાજ્યની શાંતિ ડહોળાના તીખા પ્રહારો કર્યા છે. વિશ્વકર્માએ જણાવ્યું કે, ભાજપ પંજાબમાં મદદ કરી રહ્યું છે તો આપ ગુજરાતની શાંતિ ડહોળી રહ્યું છે.

Surendranagar : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના સ્વાગતમાં સુરેન્દ્રનગરના આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ પર વિશાળ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓએ હાજરી આપી, જ્યાં જગદીશભાઈએ આમ આદમી પાર્ટી (AAP) પર તીખા પ્રહાર કરીને રાજકીય માહોલને ગરમાવી દીધો હતો. તેમણે AAPને ગુજરાતમાં 'શાંતિ ડહોળવાનો પ્રયાસ' કરતી પાર્ટી તરીકે ગણાવી હતી. ખેડૂતોને AAP વિરુદ્ધ જાગૃત કરતા કહ્યું કે, 'ગુજરાતના ખેડૂતો AAPને ક્યારેય માફ નહીં કરે – આવનારા દિવસોમાં જાકારો આપી જવાબ આપશે.'

આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્માને ભાજપના રાજ્ય કાર્યકારી અધ્યક્ષો, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓએ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, "ભાજપે પંજાબમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યા દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ અનાજ, દવાઓ અને રાહત સામગ્રી મોકલીને મદદ કરી હતી. પરંતુ AAP ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ પંજાબમાં સત્તામાં છે, તો ગુજરાતમાં આવીને વિભાજન કરે છે – આ તો રાજકીય દુર્ભાવના છે!"

જગદીશભાઈએ વધુમાં કહ્યું, "ગુજરાતના ખેડૂતો ક્યારેય AAPને માફ નહીં કરે. તેઓએ પંજાબમાં ખેડૂત આંદોલનોને દબાવ્યા અને અહીં આવીને આપણા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આવનારા દિવસોમાં ખેડૂતો જાકારો આપીને AAPને જવાબ આપશે."

આ અભિવાદન કાર્યક્રમ ત્યારે યોજાયો જ્યારે તાજેતરમાં AAPએ બોટાદ અને સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયતો યોજીને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. બોટાદના હડદડ ગામમાં કળદા પ્રથા વિરુદ્ધની મહાપંચાયતમાં AAP નેતાઓએ ભાજપ પર દમનકારી વલણના આરોપો લગાવ્યા હતા, અને સુરેન્દ્રનગરમાં પણ આવી જ મહાપંચાયતનું આયોજન કર્યું હતું.

જગદીશભાઈ વિશ્વકર્મા જે ઓબીસી સમાજમાંથી આવે છે, તેમની નિમણૂક ભાજપની વ્યૂહાત્મક પગલું છે, કારણ કે હાલમાં કોંગ્રેસ, ભાજપ અને AAPના તમામ પ્રદેશ પ્રમુખો ઓબીસી સમાજના છે. આનાથી ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઓબીસી મતોને મજબૂત કરવા માંગે છે. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો અને પાર્ટીના કાર્યકારીઓએ જગદીશભાઈને 'ગુજરાત ભાજપના નવા યુગના આગેવાન' તરીકે રજૂઆત કરીને ભાજપની વિકાસ નીતિઓ પર ભાર મૂક્યો હતો.

ખેડૂત આંદોલનો અને કળદા પ્રથા જેવા મુદ્દાઓ વચ્ચે ગુજરાતના રાજકારણમાં તણાવ વધ્યો છે. AAPએ તાજેતરમાં ખેડૂતોને લઈને મહાપંચાયતો યોજીને ભાજપ પર હુમલો કરી રહ્યું છે. તો આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં મહાપંચાયતોનું આયોજન કરવાની જાહેરાત પણ કરી છે. જ્યારે ભાજપ આને 'રાજકીય ષડયંત્ર' તરીકે જુએ છે. જગદીશભાઈના આ પ્રહારો AAP માટે પડકારરૂપ છે, અને આગામી દિવસોમાં બંને પક્ષો વચ્ચે વધુ ટક્કર જોવા મળશે. મળી રહેલી માહિતી અનુસાર, જગદીશભાઈ ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર અભિયાન વધારશે, જેથી ખેડૂત મતોને મજબૂત કરી શકાય.

આ પણ વાંચો- Amreli : રાજુલામાં ગુમ યુવકની લાશ મળી : આડાસંબંધમાં ખેલાયો ખુની ખેલ, આરોપીની ધરપકડ

Tags :
#AAPAttack#BJPAbhivadan#JagadishVishwakarma#SurendranagarPoliticsBJPvsAAPGujaratFarmers
Next Article