ભાજપના નેતા સંબિત પાત્રાના કોંગ્રેસ પર શાબ્દિક ચાબખા
SAMBIT PATRA BJP : અહિં આતંકવાદી ફરે છે, ત્યાં સાંસદ ફરે છે, જેવા આરોપોનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જડબાતોડ જવાબ આપ્યો
Advertisement
- કોંગ્રેસના નેતા જયરામ રમેશના પ્રશ્નોના આકરા જવાબ
- સંબિત પાત્રાએ પ્રેસવાર્તાનું સંબોધન કર્યું
- સાંસદો ફરવા નથી ગયા, તેઓ ભારતનો પક્ષ મુકવા માટે ગયા છે - સંબિત પાત્રા
SAMBIT PATRA BJP : પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ હાલ ભારતીય સાંસદોનું પ્રતિનિધી મંડળ (INDIAN DELEGATION) દુનિયાભરના પ્રવાસે છે. આ સાંસદનું મંડળ અલગ અલગ દેશોમાં ફરીને પાકિસ્તાનને ઉઘાડુ પાડી રહ્યું છે. આ પ્રતિનિધી મંડળના પ્રયાસોથી અનેક દેશો આતંકવાદ વિરૂદ્ધ ભારતની વાતને સમર્થન આપી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ (CONGRESS) દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા, ભાજપના નેતા સંબિત પાત્રાએ વળતા આકરા પ્રહાર કર્યા છે. તેમનું કહેવું છે કે, જયરામ રમેશ (JAYRAM RAMESH) ડેલિગેશન પર સવાલો ઉઠાવી રહ્યા છે. જે સાંસદો ગયા છે, તેમાં કોંગ્રેસના પણ સાંસદો છે, તેઓ પણ સારી રીતે ભારતની વાત રજુ કરી રહ્યા છે.

