ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપ સાંસદ મેનકા ગાંધી પડ્યા કાદવમાં, સુલતાનપુરના વિકાસની ખુલી પોલ

સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ સોમવારે તેમના સંસદીય મતવિસ્તારના ચાર દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે શહેરના એક નુક્કડમાં સભાને સંબોધિત કરી હતી. જ્યારે બીજેપી સાંસદ સંબોધન કરવા જઈ રહ્યા હતા, ત્યારે સવારથી ભારે વરસાદના કારણે રસ્તા પર કાદવમાં પગ લપસી જતા તેવો...
07:06 PM May 02, 2023 IST | Hiren Dave
સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ સોમવારે તેમના સંસદીય મતવિસ્તારના ચાર દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે શહેરના એક નુક્કડમાં સભાને સંબોધિત કરી હતી. જ્યારે બીજેપી સાંસદ સંબોધન કરવા જઈ રહ્યા હતા, ત્યારે સવારથી ભારે વરસાદના કારણે રસ્તા પર કાદવમાં પગ લપસી જતા તેવો...

સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ સોમવારે તેમના સંસદીય મતવિસ્તારના ચાર દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે શહેરના એક નુક્કડમાં સભાને સંબોધિત કરી હતી. જ્યારે બીજેપી સાંસદ સંબોધન કરવા જઈ રહ્યા હતા, ત્યારે સવારથી ભારે વરસાદના કારણે રસ્તા પર કાદવમાં પગ લપસી જતા તેવો પડ્યા હતા. મેનકા ગાંધી રસ્તી પર પડતાની સાથે જ તેમની સાથે આવેલા નેતાઓ અને કાર્યકરોએ તેમને ઉભા કરીને કારમાં બેસાડ્યા હતા.

 

પ્રચાર કરવા સાંસદ ગયા હતા
સુલતાનપુરમાં પ્રવાસ દરમિયાન સાંસદ મેનકા ગાંધી સોમવારે તેમના સંસદીય ક્ષેત્ર સુલતાનપુર પહોંચ્યા હતા. જ્યા તેમને નગરપાલિકાની ચૂંટણીને લઈને એક નાની જાહેર સભા કરવા માટે વોર્ડ નંબર 15 ઘાસી ગંજ પહોંચ્યા હતા. જ્યા વર્તમાન ધારાસભ્ય વિનોદસિંહ સહિત અનેક વાહનોના કાફલો ગયો હતો. પરંતુ વરસાદ પડતા જ્યા મેનકા ગાંધી નુક્કડ જાહેર સભામાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તો કાદવથી ભરેલો હતો.

 

રોડ પર પડ્યાનો વીડિયો વાયરલ
કાદવના કારણે વાહનો પણ સ્લીપ થતા હતા. ત્યારે સાંસદ કારમાંથી નીચે ઉતર્યા અને પગપાળા ચાલવાનો પ્રયાસ કર્યો હતો. સ્લીપ થવાને કારણો મેનકા ગાંધી કાદવમાં પડી ગયા હતા. તેના કારણે તેમના કાફલમાં હડબડા મચી ગઈ હતી. બીજી તરફ પ્રદેશ ધારાસભ્ય વિનોદ સિંહ પણ વરસાદમાં ભીંજાતા પગપાળા નીચે ઉતરીને રસ્તો ક્રોસ કર્યો હતો. પરંતુ મેનકા ગાંધી રોડ પર પડી હોવાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ અનેક વખત રોડ બનાવવાની માગ કરી
આ ઘટના બાદ જિલ્લામાં રસ્તાની હાલત પર સવાલો ઉઠવા લાગ્યા છે. મહત્વની વાત એ છે કે, જિલ્લાના સાંસદ ફંડમાંથી કોઈ વિકાસ થયો નથી. ત્યારે ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે હવે પછી શું વિકાસ થશે.? છેલ્લી પાંચ નગરપાલિકાના પ્રમુખ પણ ભાજપના નગરપાલિકા પ્રમુખ હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારના ડીએમ અને જનપ્રતિનિધિઓને અનેક વખત રોડ બનાવવાની માંગણી કરી હતી. પરંતુ આજદિન સુધી આ રોડ બની શક્યો નથી.

આ પણ  વાંચો- પહેલા રામ લલ્લાને બંધ કર્યા, હવે બજરંગબલીને તાળુ લગાવશે કોંગ્રેસ : PM MODI

 

Tags :
BJPManeka GandhiMPSultanpur
Next Article