NEW FACE OF TERROR : પાકિસ્તાની આતંકવાદનો નવો પહેરો ઉઘાડો પાડતા BJP MP, કહ્યું, '5 લાખથી વધુ...'
- ભાજપ સાંસદ નિશિકાંત દુબેનો મોટો દાવો
- પાકિસ્તાનના નવા આતંકી ચહેરા અંગે X પોસ્ટ
- 5 લાખથી વધુ પાકિસ્તાની મહિલા ભારતમાં રહે છે
- નાગરિકતા વગર ભારતમાં રહેતી હોવાનો દાવો
- અંદર ઘૂસેલા દુશ્મનોથી કેવી રીતે લડવુંઃ દુબે
NEW FACE OF TERROR : ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ (BJP MP NISHIKANT DUBEY) ફરી એકવાર પાકિસ્તાનના આતંકવાદ અંગે સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે, દેશમાં લગભગ 5 લાખ પાકિસ્તાની છોકરીઓએ ભારતમાં લગ્ન કર્યા છે, અને અહીં જ વસવાટ કરી રહ્યા છે. તેઓ હજુ પણ પાકિસ્તાની નાગરિક છે. બીજી તરફ પાકિસ્તાની વિઝા ધારકોને ભારત છોડવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા 27, એપ્રિલના રોજ સમાપ્ત થઇ છે. ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે X પર લખેલી પોસ્ટમાં (TWITTER POST) જણાવ્યું હતું કે, 'પાકિસ્તાની આતંકવાદનો એક નવો ચહેરો હવે ઉભરી આવ્યો છે.' લગ્ન કર્યા પછી 5 લાખથી વધુ પાકિસ્તાની છોકરીઓ ભારતમાં રહે છે. તેમને આજ સુધી ભારતીય નાગરિકતા મળી નથી. દેશમાં અંદર ઘૂસી ગયેલા આ દુશ્મનો સામે કેવી રીતે લડવું ?
पाकिस्तानी आतंकवाद का एक नया चेहरा अब सामने आया,लगभग 5 लाख से उपर पाकिस्तानी लड़की भारत में शादी कर हिंदुस्तान में रह रही है,आजतक उनको भारत की नागरिकता नहीं मिली है ।अंदर घुसे इन दुश्मनों से लड़ना कैसे?
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 28, 2025
પાકિસ્તાનીઓ પાણી વિના મરી જશે, આ 56 ઇંચની છાતી છે
પહલગામ આતંકી હુમલા પછી ભાજપના સાંસદ નિશીકાંત દુબે સતત પાકિસ્તાન પર હુમલો કરી રહ્યા છે અને આ પહેલા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના મોદી સરકારના નિર્ણય પર તેમણે કહ્યું હતું કે, 'પાકિસ્તાનીઓ પાણી વિના મરી જશે, આ 56 ઇંચની છાતી છે.' તેમના દાણા-પાણી બંધ કરવામાં આવશે, અમે સનાતની ભાજપના કાર્યકર્તા છીએ, અમે તમને ત્રાસ આપીશું. જો કે, દુબેએ લગ્ન પછી ભારતમાં રહેતી પાકિસ્તાની મહિલાઓની સંખ્યા તો આપી છે, પરંતુ તેમણે આ આંકડા ક્યાંથી લીધા તે સ્ત્રોતનો ખુલાસો કર્યો નથી. બીજી તરફ ANI ના અહેવાલ મુજબ, રવિવારે અટારી બોર્ડરના પ્રોટોકોલ ઓફિસરના જણાવ્યા અનુસાર,છેલ્લા ત્રણ દિવસમાં 537 નાગરિકો પાકિસ્તાન પાછા ફર્યા છે. આ બધા લોકો ટૂંકા ગાળાના વિઝા પર ભારત આવ્યા હતા.
ચર્ચાસ્પદ શારદા કુકરેજાનો મામલો
તાજેતરના આવા અનેક કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં પરિણીત મહિલાઓ લાંબા સમયથી ભારતમાં રહે છે, પરંતુ તેમની નાગરિકતા હજુ પણ પાકિસ્તાની છે. ઉદાહરણ તરીકે પાકિસ્તાનની શારદા કુકરેજા વિશે જાણયું કે, તે છેલ્લા 35 વર્ષથી ઓડિશાના બાલનગીર જિલ્લામાં રહે છે, તેનો પતિ ભારતીય નાગરિક છે. સરકાર દ્વારા તેમને ભારત છોડવાની નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે, હિન્દુ હોવાના કારણે અત્યાચાર સહન કર્યા બાદ તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. જેથી તેમને CAA હેઠળ ભારતીય નાગરિકતા મેળવવાનો અધિકાર છે.
કેટલીક મહિલાઓ લાંબા ગાળાના વિઝા પર રહે છે
બિહારના ભોજપુર જિલ્લામાં બે પાકિસ્તાની મહિલાઓ લાંબા સમયથી રહેતી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેમાંથી એક અસરી બેગમ પરિણીત છે, અને ત્રણ દાયકાથી ભારતમાં રહે છે, તેને પાંચ બાળકો છે. અન્ય પાકિસ્તાની મહિલાનું નામ અસ્મા છે, જે મૂળ પાકિસ્તાન કરાચીની છે. આ અંગે ભોજપુર પોલીસનું કહેવું છે કે, બંને પાકિસ્તાની મહિલાઓ પાસે લાંબા ગાળાના વિઝા હતા. જેના પર પ્રતિબંધ નથી અને તેઓ ભારતમાં રહી શકે છે.
5 લાખ ગેરકાયદેસર પાકિસ્તાનીઓનો દાવો ગંભીર
ભારતમાં પરિણીત પાકિસ્તાની મહિલાઓ રહેતી હોવાના ઘણા કિસ્સાઓ છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા અલ્ટીમેટમ પછી ફક્ત લાંબા ગાળાના વિઝા ધરાવતી મહિલાઓ જ દેશમાં રહી શકે છે જે લોકો મેડિકલ વિઝા પર છે, તેમને પણ 29 એપ્રિલ સુધીના અલ્ટીમેટમનું પાલન કરવાનું હતું. આ સ્થિતિ વચ્ચે જો પાંચ લાખ પાકિસ્તાની મહિલાઓ કોઈપણ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં રહેતા હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે.
આ પણ વાંચો --- IAF : ગંગા એક્સપ્રેસ-વે બનશે 'હવાઇ પટ્ટી', ભારતીય વાયુસેના યુદ્ધક્ષમતાનો પરિચય કરાવશે