Sudhanshu Trivedi એ વિપક્ષીઓને લીધા આડે હાથ, કહ્યું- તામસી મોહ છોડો અને...
કોંગ્રેસને લોકશાહીમાં વિશ્વાસ નથી - Sudhanshu Trivedi વિપક્ષના મનમાંથી અંધકાર ઓછો થતો નથી BJP જો તમે ચૂંટણી જીતો તો EVM બરાબર છે - Sudhanshu Trivedi BJP ના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી....
Advertisement
- કોંગ્રેસને લોકશાહીમાં વિશ્વાસ નથી - Sudhanshu Trivedi
- વિપક્ષના મનમાંથી અંધકાર ઓછો થતો નથી BJP
- જો તમે ચૂંટણી જીતો તો EVM બરાબર છે - Sudhanshu Trivedi
BJP ના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, આ આપણા બધાના જીવનની પહેલી દિવાળી છે જ્યારે ભગવાન રામની તેમના ઘરમાં સ્થાપના કરવામાં આવી છે. કેટલાક લોકોના મનમાંનો અંધકાર ઓછો થતો નથી. આવા લોકો બંધારણીય સંસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાર્યા પછી પણ વિપક્ષી પાર્ટીઓના મનમાંનો અંધકાર ઓછો થઈ રહ્યો નથી. હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે, પ્રકાશના આ તહેવાર પર તમે અંધકાર ફેલાવનારાઓથી સાવધ રહો. કોંગ્રેસ પાર્ટી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે.

