Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP અધ્યક્ષના પુત્રની ઓડી કારે 5 વાહનોને ટક્કર મારી, પિતાએ કહ્યું- કાયદો બધા માટે સમાન...

મહારાષ્ટ્રના BJP અધ્યક્ષના પુત્રની કારે અનેક વાહનોને ટક્કર મારી કારમાં સવાર બે લોકોની પોલીસે ધરપકડ કરી હતી કાયદો બધા માટે સમાન - BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના પુત્રની ઓડી કારે રવિવારે રાત્રે નાગપુરમાં 5 વાહનોને...
bjp અધ્યક્ષના પુત્રની ઓડી કારે 5 વાહનોને ટક્કર મારી  પિતાએ કહ્યું  કાયદો બધા માટે સમાન
Advertisement
  1. મહારાષ્ટ્રના BJP અધ્યક્ષના પુત્રની કારે અનેક વાહનોને ટક્કર મારી
  2. કારમાં સવાર બે લોકોની પોલીસે ધરપકડ કરી હતી
  3. કાયદો બધા માટે સમાન - BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના પુત્રની ઓડી કારે રવિવારે રાત્રે નાગપુરમાં 5 વાહનોને ટક્કર મારી હતી. ઘટના બાદ કારમાં સવાર બે લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો ઘટના બાદ નાસી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના શહેરના રામદાસપેઠ વિસ્તારમાં બની હતી.

પોલીસે જણાવ્યું કે ઓડી સવાર અર્જુન હાવરે અને રોનિત ચિંતનવર નશાની હાલતમાં હતા. રાત્રે 1 વાગ્યે કારે જીતેન્દ્ર સોનકાંબલેની કારને ટક્કર મારી હતી અને પછી મોપેડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મોપેડ સવાર બે યુવકોને ઈજા થઈ હતી. અકસ્માત સમયે સંકેત બાવનકુલે સહિત 5 લોકો કારમાં સવાર હતા. તમામ આરોપીઓ ધરમપેઠના એક બારમાં દારૂ પીને પરત ફરી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.

Advertisement

Advertisement

કારમાં સવાર યુવકોને પકડી પડ્યા...

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઓડીએ માનકાપુર વિસ્તાર તરફ જઈ રહેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. ઓડીએ ટી-પોઈન્ટ પર પોલો કારને પણ ટક્કર મારી હતી. આ પછી, પોલોમાં સવાર યુવકોએ ઓડીનો પીછો કર્યો અને તેને માનકાપુર પુલ પાસે અટકાવી દેવામાં આવી. આ દરમિયાન સંકેત બાવનકુલે સહિત 3 લોકો તક મળતાં ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : Ajmer Train : બીજી ટ્રેનને પલટી નાખવાનું કાવતરું, ટ્રેક પર 70 કિલોના 2 સિમેન્ટ બ્લોક મૂક્યા

કારમાં બેઠેલા બંને યુવકોને છોડાવ્યા...

પોલોમાં સવાર લોકોએ અર્જુન હાવરે અને અન્ય યુવક રોનિત ચિત્તમવારને ઓડી કારમાં પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. આ પછી, કોતવાલી પોલીસે બંનેને વધુ તપાસ માટે સીતાબુલડી પોલીસને સોંપી દીધા. સોનકાંબલેની ફરિયાદના આધારે પોલીસે બેદરકારીથી વાહન ચલાવવા સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. બાદમાં પોલીસે બંને યુવકોને જામીન પર મુક્ત કર્યા હતા.

આ પણ વાંચો : Uttarakhand : કેદારનાથ હાઈવે પર ભારે ભૂસ્ખલન, 1 નું મોત, અનેક મુસાફરો દટાયા હોવાની આશંકા...

કાયદો બધા માટે સમાન...

આ મામલો સામે આવ્યા બાદ BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે ઓડી કાર તેમના પુત્રના નામે રજીસ્ટર છે. BJP અધ્યક્ષે કહ્યું કે, પોલીસે કોઈપણ પક્ષપાત વગર કેસની તપાસ કરવી જોઈએ. જેઓ દોષિત જણાશે તેમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે મેં આ મામલે કોઈ પોલીસ અધિકારી સાથે વાત કરી નથી. કાયદો બધા માટે સમાન છે.

આ પણ વાંચો : Bihar : ARWAL માં CPI (ML)ના નેતાની હત્યા, રસ્તામાં રોકીને ગોળીઓ ચલાવી, આરોપી ફરાર

Tags :
Advertisement

.

×