બિહારમાં ભાજપે 12 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર, અલીનગરથી મૈથિલી ઠાકુર, બક્સરથી આનંદ મિશ્રાને ટિકિટ
- Bihar Election: બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી યાદી
- ભાજપે 12 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી
- લોક ગાયિકા મૈથિલી ઠાકુરને આપી ટિકિટ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કુલ 12 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ જાહેરાત સાથે જ, NDA ની અંદર 101 બેઠકો પર ચૂંટણી લડી રહેલી ભાજપે અત્યાર સુધીમાં 83 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
Bihar Election: ભાજપે 12 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી
નોંધનીય છે કે ભાજપે પોતાની આ બીજી યાદીમાં બે મુખ્ય ચહેરાઓનો સમાવેશ થાય છે: પ્રખ્યાત લોક ગાયિકા મૈથિલી ઠાકુર અને ભૂતપૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રા. મૈથિલી ઠાકુરને અલીનગર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, લોક ગાયિકા મૈથિલી ઠાકુર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયાના બીજા જ દિવસે તેમને ટિકિટ આપવામાં આવી છે. અગાઉ તેઓ મધુબની જિલ્લાની બેનીપટ્ટી બેઠક પરથી લડશે તેવી અટકળો હતી, પરંતુ પ્રથમ યાદીમાં ત્યાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ મળ્યા બાદ હવે તેમને અલીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
Bihar Election: લોક ગાયિકા મૈથિલી ઠાકુરને આપી ટિકિટ
બીજી તરફ, પૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રાને બક્સર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિશ્રાએ પોતાની સરકારી નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ બે મહિના પહેલા જ પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે હાર્યા બાદ હવે તેમના પર બક્સર વિધાનસભા બેઠક પર ભાજપની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી રહેશે.
Bihar Electionભાજપની બીજી યાદીમાં સામેલ ઉમેદવારો
અલીનગર - મૈથિલી ઠાકુર, હયાઘાટ - રામચંદ્ર પ્રસાદ, મુઝફ્ફરપુર - રંજન કુમાર, ગોપાલગંજ - સુભાષ સિંહ, બનિયાપુર - કેદારનાથ સિંહ, છપરા - છોટી કુમારી, સોનપુર - વિનય કુમાર સિંહ, રોસેરા - બિરેન્દ્ર કુમાર, બાર - સિયારામ સિંહ, આગિયાઓ - મહેશ પાસવાન, શાહપુર - રાકેશ ઓઝા, બક્સર - આનંદ મિશ્રા.
આ પણ વાંચો: NDAમાં સીટ વિવાદ ચરમ પર! JDU એ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી