Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારનો પોર બેઠક પર જોરદાર પ્રચાર

વડોદરાની રાજનીતિમાં આ વખતે કંઈક એવું બન્યું છે જેની કોઈએ કલ્પના નહોતી કરી. જેમના એક વીડિયો પર લાખો લાઈક્સ આવે છે, તેવો જ એક લોકપ્રિય ચહેરો હવે તમારા મત માંગવા ઘર આંગણે આવશે. ભાજપે પરંપરાગત નેતાઓને બદલે કેમ આ ડિજિટલ સ્ટાર પર પસંદગી ઉતારી? શું સોશિયલ મીડિયાની લોકપ્રિયતા મતમાં બદલાશે?
vadodara  સો  મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારનો પોર બેઠક પર જોરદાર પ્રચાર
Advertisement
  • Vadodara ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આપી ટિકિટ!
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમાર ચૂંટણી જંગમાં
  • જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી ભાજપ લડાવશે ચૂંટણી
  • ઇન્સ્ટાગ્રામ પર અંકિતા પરમારના 1 મિલિયનથી વધુ ફોલોવર્સ
  • શિક્ષિત યુવાનો રાજકારણમાં આવે તેવા વિઝન સાથે મેદાને
  • પીએમ મોદીના વિઝનને જમીની સ્તરે પહોંચાડવાનો કર્યો દાવો

વડોદરા (Vadodara) જિલ્લાની રાજનીતિમાં આ વખતે એક નવો અને આધુનિક વળાંક જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પરંપરાગત રાજનીતિના માપદંડો બાજુ પર મૂકીને યુવા અને ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડોદરા ભાજપે જિલ્લા પંચાયતની પોર બેઠક (Por Seat) પરથી જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) અંકિતા પરમારને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે.

vadodra_gujarat_first

Advertisement

Vadodara: અંકિતા પરમાર સો. મીડિયા પર ફેમસ

અંકિતા પરમાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે અને તેમના 1 મિલિયનથી વધુ ફોલોવર્સ (1 Million Followers) છે. આ લોકપ્રિયતા હવે રાજકીય જંગમાં કેટલી કારગત નીવડે છે તે જોવું રસપ્રદ રહેશે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની ખાસ વાતચીતમાં અંકિતા પરમારે જણાવ્યું હતું કે, પ્રચાર દરમિયાન તેમને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમનું માનવું છે કે જો શિક્ષિત લોકો રાજકારણમાં આવશે, તો વહીવટી અને સામાજિક સ્તરે મોટું પરિવર્તન લાવી શકાશે.

Advertisement

લોકસેવા કરીને વિકાસનો નવો ઇતિહાસ રચવાનો દાવો

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત' (Vikasit Bharat) ના વિઝનને વેગ આપવો અને યુવાનો તેમજ મહિલાઓને સશક્ત બનાવવા તે તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. અત્યાર સુધીનો તેમનો રાજનીતિનો અનુભવ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે. સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીત્યા બાદ, હવે તેઓ જમીની સ્તરે લોકસેવા કરીને વિકાસનો નવો ઇતિહાસ રચવાનો દાવો કરી રહ્યા છે. આ બેઠક પર તેમની ઉમેદવારીથી યુવા મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ચરખડીમાં Jayrajsinh Jadeja નું શક્તિપ્રદર્શન: 'ગોંડલમાં ગુંડાગીરી કહેનારાના શરીરમાં જંતુ છે'

Tags :
Advertisement

.

×