Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ચાંદખેડામાં BJPના મહિલા કાર્યકરનો આપઘાત

ચાંદખેડામાં BJPના મહિલા કાર્યકરનો આપઘાત મહિલા મોરચાના કાર્યકર પિનલ શાહની આત્મહત્યા 50 વર્ષીય પિનલ શાહ નામની મહિલાનો આપઘાત પિનલ શાહે ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 5 મહિના પહેલા પતિનું થયું હતું અવસાન સ્ટેડિયમ પાસે કલા નિર્માણ એપાર્ટમેન્ટમાં કર્યો આપઘાત મૃતક...
ahmedabad   ચાંદખેડામાં bjpના મહિલા કાર્યકરનો આપઘાત
Advertisement

ચાંદખેડામાં BJPના મહિલા કાર્યકરનો આપઘાત
મહિલા મોરચાના કાર્યકર પિનલ શાહની આત્મહત્યા
50 વર્ષીય પિનલ શાહ નામની મહિલાનો આપઘાત
પિનલ શાહે ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
5 મહિના પહેલા પતિનું થયું હતું અવસાન
સ્ટેડિયમ પાસે કલા નિર્માણ એપાર્ટમેન્ટમાં કર્યો આપઘાત
મૃતક બીજેપી મહિલા મોરચામાં હતા કાર્યકર
સંતાનમાં એક દીકરી પરિણીત અને એક કુંવારી
ચાંદખેડા પોલીસે અકસ્માત મોત દાખલ કર્યું

અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા BJPના મહિલા કાર્યકરે આત્મહત્યા કરી છે. તેમના પતિનું 5 મહિના પહેલાં જ અવસાન થયું હતું. 50 વર્ષના પિનલ શાહ નામના આ મહિલા ભાજપ મહિલા મોરચાના કાર્યકર હતા. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.

Advertisement

ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી

Advertisement

અમદાવાદના ચાંદખેડામાં BJP ના મહિલા મોરચાના કાર્યકરે આપઘાત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 50 વર્ષીય પિનલ શાહ નામની મહિલાએ ગઇ કાલે સાંજે ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

પિનલ શાહના પતિનું 5 મહિના પહેલા અવસાન થયું હતું

મળતી માહિતી મુજબ પિનલ શાહના પતિનું 5 મહિના પહેલા અવસાન થયું હતું. તેમણે સ્ટેડિયમ પાસેના કલા નિર્માણ એપાર્ટમેન્ટમાં આપઘાત કર્યો હતો. મૃતક બીજેપી મહિલા મોરચામાં કાર્યકર હતા. તેમને સંતાનમાં બે દિકરી છે જેમાં એક દિકરી પરિણીત છે અને એક દિકરી કુંવારી છે. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોત દાખળ કરીને મામલાની તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો---GANDHINAGAR : TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

Tags :
Advertisement

.

×