VicePresidentialElection પહેલા ભાજપનો 'મેગા પ્લાન', PM મોદી વર્કશોપમાં છેલ્લી સીટ પર બેસીને બનાવી ખાસ રણનીતિ
- VicePresidentialElection પહેલા ભાજપે વર્કશોપમાં બનવી ખાસ રણનીતિ
- ભાજપના સાંસદો માટે દિલ્હીમાં બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું
- PM મોદી વર્કશોપમાં છેલ્લી સીટ પર બેસીને બનાવી ચૂંટણી માટે રણનીતિ
ભારતીય જનતા પાર્ટી એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં તેના સાંસદો માટે દિલ્હીમાં બે દિવસીય વર્કશોપનું આયોજન કર્યું છે. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા અને ખાસ વાત એ હતી કે તેઓ પાછળની સીટ પર બેસીને પાર્ટીના કાર્યકરો સાથે જોડાયા હતા.વર્કશોપની શરૂઆત સવારે 9 વાગ્યે દીવા પ્રગટાવીને, ‘વંદે માતરમ’ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઈ. આ પછી, સાંસદોએ 2027 સુધીમાં વિકસિત ભારત અને સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી.
નોંધનીય છે કે ભાજપના સાંસદોએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું અને જીએસટી સુધારા માટે તેમને અભિનંદન આપ્યા. બપોરના સત્રમાં સાંસદોના જુદા જુદા ગ્રૂપમાં કૃષિ, સંરક્ષણ, ઉર્જા, રેલવે અને પરિવહન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી. સાંસદોને સંસદ સત્રની તૈયારી, સંસદીય નિયમો અને ગૃહમાં સમયનું સંચાલન જેવા મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી.
VicePresidentialElection પર ભાજપનો ખાસ ફોક્સ
વર્કશોપનો બીજો દિવસ 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની રણનીતિ પર કામ કરવામાં આવશે. આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સીધો મુકાબલો છે.
VicePresidentialElection માં બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે
બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે. 67 વર્ષીય સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. તેઓ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન કોઈમ્બતુરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. બીજી તરફ, 79 વર્ષીય બી. સુદર્શન રેડ્ડી તેલંગાણાના છે અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રહ્યા છે. તેઓ જુલાઈ 2011માં નિવૃત્ત થયા હતા અને કાળા નાણાંની તપાસમાં સરકારની ઢીલી નીતિઓ પર કડક ટિપ્પણીઓ તેમજ છત્તીસગઢમાં સલવા જુડુમને ગેરબંધારણીય જાહેર કરવા જેવા મહત્વના નિર્ણયો માટે જાણીતા છે.
આ પણ વાંચો: આ બંગાળ છે... તારા ચહેરા પર એસિડ નાંખી દઇશ, TMCના નેતાએ ભાજપના MLAને આપી ખુલ્લી ધમકી