BLA Attack on PAK Army: પાકિસ્તાનને ધરાશાયી કરવા બલૂચ લિબરેશન આર્મીનો માસ્ટર પ્લાન તૈયાર
- એક તરફ ભારતે પાક પર કર્યો હવાઈ હુમલો
- બીજી બાજુ બલોચ લિબરેશન આર્મીનો એટેક
- પાકિસ્તાનના 7 સૈનિકોને BLAએ ફૂંકી માર્યા
પાકિસ્તાની સેના પર BLA હુમલો કર્યો છે. બલૂચ બળવાખોરોનો 24 કલાકમાં બીજી વખત પાકિસ્તાની સેના પર હુમલો છે. રિમોટથી વાહન ઉડાવી દીધું, 7 સૈનિકોને માર્યા ગયાનો દાવો છે. બલૂચ બળવાખોરોએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં બલૂચો દ્વારા પાકિસ્તાન સેના પર આ બીજો મોટો હુમલો છે, જેમાં 7 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
BLA સતત પાકિસ્તાની સેનાને ભાડૂતી સેના તરીકે ઓળખાવે છે
આ હુમલો બોલાનના મચ્છકુંડમાં કરવામાં આવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડએ પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો છે. પાકિસ્તાની સેનાના વાહનને રિમોટનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યું છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાની સેના લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહી હતી.
આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે
આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. આ પહેલા પણ BLA એ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. પોતાના નિવેદનોમાં, BLA સતત પાકિસ્તાની સેનાને ભાડૂતી સેના તરીકે ઓળખાવે છે. જેમાં પાકિસ્તાનને ધરાશાયી કરવા બલૂચ લિબરેશન આર્મીનો માસ્ટર પ્લાન તૈયાર છે. તેમાં કોઇપણ સમયે બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ મોટી કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 8 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?