Black Out MockDrill : વડોદરા-સુરતમાં 'અંધારપટ', પોલીસ વિભાગે જવાનોને આપ્યો આ આદેશ!
- યુદ્ધની સ્થિતિને લઈને આજે દેશભરમાં મોકડ્રીલ (Black Out MockDrill)
- ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મોકડ્રિલનું આયોજન કરાયું
- વડોદરામાં બ્લેક આઉટ મોકડ્રિલનું આયોજન કરાયું
- સુરતમાં પણ બ્લેકઆઉટ મોકડ્રીલ હેઠળ અંધારપટ
- ગુજરાત પોલીસનાં તમામ કર્મચારીની રજાઓ રદ્દ કરાઈ
Black Out MockDrill : ભારત અને પાકિસ્તાન (India-Pakistan) તણાવ વચ્ચે આજે રાજ્યનાં 18 જેટલા જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ (Civil Defense MockDrill) અને બ્લેકઆઉટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદ વડોદરા (Vadodara) અને સુરતમાં (Surat) આ બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ. સાંજે 7.30 થી 8 વાગ્યા દરમિયાન આ મોકડ્રીલ યોજાઈ છે. વડોદરા અને સુરતનાં વિવિધ વિસ્તારમાં બ્લેકઆઉટ મોકડ્રીલમાં લોકોએ ભાગ લીધો. માહિતી અનુસાર, ઓપરેશન સિંદુર હેઠળ ગુજરાત પોલીસનાં (Gujarat Police) તમામ કર્મચારીની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Blackout: યુદ્ધની સ્થિતિને લઈ ગુજરાતના 18 જિલ્લામાં બ્લેકઆઉટ મોકડ્રીલનું આયોજન
- યુદ્ધની સ્થિતિને લઈને આજે દેશભરમાં મોકડ્રીલ
- ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મોકડ્રિલનું આયોજન@sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @PMOIndia @HMOIndia @AmitShah @rajnathsingh #civildefense #mockdrill #MockDrillGujarat #MockDrillAhmedabad #gujaratfirst #MockDrillIndia pic.twitter.com/UBVNG0BiwO— Gujarat First (@GujaratFirst) May 7, 2025
ગુજરાતનાં 18 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ-બ્લેકઆઉટ મોકડ્રીલ
કેન્દ્ર સરકારનાં નિર્દેશ બાદ આજે ગુજરાતનાં 18 જેટલા જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ છે. જ્યારે હવે બ્લેકઆઉટ મોકડ્રીલનું (Black Out MockDrill) યોજાઈ છે. માહિતી અનુસાર, સુરત અને વડોદરામાં બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ. સાંજે 7.30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન આ મોકડ્રીલનું આયોજન કરાયું છે. સુરતની વાત કરીએ તો મોટાભાગનાં વિસ્તારોમાં લોકોએ ઘરોમાં લાઇટો બંધ કરી હતી અને બ્લેકઆઉટ મોકડ્રીલમાં ભાગ લીધો હતો. જ્યારે બીજી તરફ વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં સાંજે 7.30 થી 8 વાગ્યા દરમિયાન ઘરોમાં લોકોએ લાઇટો બંધ કરતા શહેરમાં અંધારપટની સ્થિતિ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છાએ આ બ્લેકઆઉટ મોકડ્રીલમાં ભાગ લીધો છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં તબક્કાવાર રીતે શહેરોમાં આ બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાશે.
આ પણ વાંચો - Surat : હજીરામાં NTCP કંપનીમાં યોજાઈ મોકડ્રીલ, પો. કમિશનરે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન
ગુજરાત પોલીસનાં તમામ કર્મચારીની રજાઓ રદ્દ કરાઈ
માહિતી અનુસાર, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઓપરેશન સિંદૂરને (OperationSindoor) લઈ મોટા સમાચાર આવ્યા છે. બંને દેશ વચ્ચે તંગદિલીને જોતા ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તેનાં તમામ કર્મચારીઓ માટે રજા રદ કર્યાનો આદેશ કરાયો છે. પોલીસ કર્મચારી-અધિકારીની તમામની રજાઓ રદ્દ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Std. 10 Result : આવતીકાલે 8 મેના રોજ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ થશે જાહેર