Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Blackout: અમદાવાદ, વડોદરા, સુરતમાં બ્લેક આઉટ મોકડ્રીલનું આયોજન, જુઓ વીડિયો

blackout   અમદાવાદ  વડોદરા  સુરતમાં બ્લેક આઉટ મોકડ્રીલનું આયોજન  જુઓ વીડિયો
Advertisement
  • યુદ્ધની સ્થિતિને લઈને આજે દેશભરમાં મોકડ્રીલ
  • ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મોકડ્રિલનું આયોજન
  • સુરતમાં બ્લેક આઉટ મોકડ્રિલનું આયોજન કરાયું
  • તબક્કાવાર રાજ્યના શહેરોમાં બ્લેકઆઉટ મૉકડ્રીલ

યુદ્ધની સ્થિતિને લઈ આજે દેશભરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દ્વારા વહેલી સવારે પાકિસ્તાન પર કરેલ એરસ્ટ્રાઈકમાં 50 થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા જો હુમલો કરવામાં આવે તે સાવચેતીના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

બ્લેક આઉટ મોકડ્રિલ માં લોકો સ્વયંભૂ જોડાયા

May 7, 2025 10:47 pm

તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બ્લેક આઉટ મોકડ્રિલ યોજાઈ હતી. બ્લેક આઉટ મોકડ્રિલમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘર, ઓફીસ અને દુકાનોની લાઈટ બંધ કરી અંધારપટ કરવામાં આવ્યું હતું. જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ સહિતના તાલુકાના લોકો જોડાયા હતા.

દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ ની અસર જોવા મળી

May 7, 2025 10:47 pm

દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટની અસર જોવા મળી હતી. દ્વારકાધીશ જગત મંદિરમાં પણ સાયરન વગાડી અને દ્વારકાધીશ જગત મંદિરની લાઈટો બંધ કરવામાં આવી હતી. અંધારપટ વચ્ચે પણ ભક્તો દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા. ખંભાળિયા સહિતના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટની અસર જોવા મળી હતી. દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટની સફળ અસર રહી હતી. તંત્ર દ્વારા કરાયેલી અપીલની સકારાત્મક અસર જિલ્લાભરમાં જોવા મળી હતી. જિલ્લામાં લોકોએ લાઈટો બંધ કરી બ્લેક આઉટ દ્વારા લાઈટો બંધ કરી એકતા સાથે જાગૃતતા દાખવી હતી.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ

May 7, 2025 10:47 pm

પહલગામ આતંકી હુમલા બાદ દેશમાં તણાવભરી સ્થિતિ સર્જાવા પામી હતી. આજે સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રીક્ટમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ શહેરમાં બ્લેક આઉટનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. એએમસી દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેતા રસ્તા પર બ્લેક આઉટ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રિલના ભાગરૂપે બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું હતું.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોકડ્રીલ યોજાઈ

May 7, 2025 8:52 pm

બનાસકાંઠા શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોકડ્રીલ યોજાઈ હતી. બનાસકાંઠામાં કુલ ત્રણ જગ્યાએ મોકડ્રીલ યોજાઈ હતી. જે પૈકી અંબાજી મંદિરમાં સાયરન વગાડવાની સાથે કામગીરી શરૂ થઈ હતી. અંબાજી અને ગબ્બર સહિતના અલગ અલગ પોઈન્ટ ઉપર કુલ સાત જગ્યા ઉપર મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં Bdds, એલસીબી, એસઓજી, વહીવટી વિભાગ,ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ,એસટી વિભાગ હાજર રહ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, એએસપી સુમન નાલા, અંબાજી મંદિરમાં હાજર રહ્યા હતા. યુદ્ધના સમયની કેવી રીતે તકેદારી રાખવી તેની તકેદારીના ભાગરૂપે તમામ વિભાગને જાણકારી અપાઈ હતી. અંબાજી મંદિર દર્શન કરવા આવતા ભક્તોને પણ મોકડ્રીલની માહિતી અપાઈ.

ગાંધીનગર ગીફ્ટ સીટી એરિયામાં કરવામાં આવી મોક ડ્રીલ

May 7, 2025 8:38 pm

ગાંધીનગર ગિફ્ટસીટી એરિયામાં મોકડ્રીલ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા, મહાનગરપાલિકા કમિશ્નર, ડીડીઓ હાજર રહ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, એનડીઆરએફ, ફાયર, સિવિલ ડિફેન્સ, આરોગ્ય, મેડીકલ સ્ટાફ સહિત તમામ વિભાગો મોકડ્રીલમાં જોડાયા હતા. મોકડ્રીલ દરમયાન તમામ લોકોને રેસ્ક્યું કરીને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. 17 મિનિટમાં આખી મોકડ્રીલ પૂર્ણ થઈ હતી.

કચ્છમાં પણ બ્લેક આઉટ મોકડ્રિલ યોજાઈ

May 7, 2025 8:29 pm

કચ્છ જિલ્લામાં ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટર(પોલીસ પરેડ ગ્રાઉન્ડ), ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ તથા નલીયા ખાતે રાજપુત સમાજવાડીએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલનો પ્રારંભ થયો હતો.

ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન

May 7, 2025 8:22 pm

કચ્છ જિલ્લામાં ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટર(પોલીસ પરેડ ગ્રાઉન્ડ), ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ તથા નલીયા ખાતે રાજપુત સમાજવાડીએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલનો પ્રારંભ થયો હતો.

જામનગરમાં બ્લેક આઉટ

May 7, 2025 8:11 pm

જામનગરમાં 8 થી 8.30 દરમ્યાન બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.

ક્રિષ્ટલ મોલમાં તંત્રની મોકડ્રીલ યોજાઈ

May 7, 2025 8:08 pm

મોકડ્રીલના ભાગરૂપે જામનગરમાં 4 ના ટકોરે યુદ્ધનું સાયરન વાગ્યું હતું. ખોડિયાર કોલોની નજીક ક્રિષ્ટલ મોલમાં તંત્રની મોકડ્રીલ યોજાઈ હતી. યુદ્ધના સમયે બોમ્બ પડે અને આગનો બનાવ બને તે પ્રકારે મોકડ્રીલ યોજાઈ છે. મોકડ્રીલમાં 100 જેટલા લોકો ક્રિષ્ટલ મોલમાં ફસાયા હતા. તમામને તંર્ દ્વારા સલામત રીતે બહાર કઢાયા હતા. 20 જેટલા ગંભીર થતા તાત્કાલીર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. યુદ્ધ થાય તો સિવિલ ડિફેન્સની કામગીરી અંગે મોકડ્રિલ યોજાઈ છે. સેનાના જવાનો, પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતનાઓ મોકડ્રિલમાં જોડાયા હતા. નાગરિકોને સલામત સ્થળે ખસેડવા સહિતની મોકડ્રિલમાં કામગીરી કરાઈ હતી. યુદ્ધ સમયે લોકોએ કઈ રીતે બચવું તે અંગે તાલીમ અપાઈ હતી.

ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી

May 7, 2025 8:03 pm

ભાવનગર પહલગામ હુમલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ મોકડ્રીલ યોજવામાં આવી હતી. ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ, ફાયર, રેલવે, સિવિલ ડિફેન્સ વગેરે સુરક્ષા એજન્સીઓ ઉપસ્થિત રહી હતી. ભાવનગર નજીકના તગડી ખાતે આવેલા ઈન્ડિયન ઓઈલ, એલપીજી ગેસ રીફીલિંગ પ્લાન્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.

અમદાવાદ પેલેડીયમ મોલ ખાતે મોકડ્રીલ યોજાઈ

May 7, 2025 7:57 pm

તેમજ અમદાવાદના પેલેડીયમ મોલ ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર, સ્થાનિક પોલીસ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકડીની સ્થિતિ પહોંચી વળવા માટે તૈયારીઓની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. મોલની અંદર લોકોને બચાવવા અને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

વડોદરામાં બ્લેક આઉટ મોકડ્રિલનું આયોજન કરાયું

May 7, 2025 7:48 pm

તબક્કાવાર ગુજરાતના અલગ અલગ શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સુરત બાદ હવે વડોદરામાં પણ બ્લેક આઉટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં બ્લેક આઉટ મોકડ્રિલનું આયોજન કરાયું

May 7, 2025 7:48 pm

સુરતમાં બ્લેક આઉટ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. તેમજ તબક્કાવાર રાજ્યના શહેરોમાં બ્લેક આઉટ મોકડ્રીલ કરવામાં આવ્યું હતું.

This Live Blog has Ended
Advertisement

.

×