BlackRock સાથે નકલી ઈમેલ, ખોટા ઈન્વોઈસ પર અસલી કૌભાંડ, બંકિમ બ્રહ્મભટ્ટે ₹4,300 કરોડનો ફ્રોડ કરીને અમેરિકાને હચમચાવી નાંખ્યું
નવી દિલ્હી : અબજો ડોલરના ફંડ મેનેજ કરનારી વિશ્વની સૌથી મોટી રોકાણ વ્યવસ્થાપન કંપની બ્લેકરોક (BlackRock)ને એક ભારતીય મૂળના વ્યક્તિએ મસમોટો ચૂનો લગાવી દીધો છે. ભારતીય મૂળના એક વેપારી બંકિમ બ્રહ્મભટ્ટે એવી ચાલ ચલી કે બ્લેકરોક સહિત અનેક મોટી નાણાકીય સંસ્થાઓ 500 મિલિયન ડોલર (લગભગ ₹4,300 કરોડ) ગુમાવી બેઠી. આ છેતરપિંડીને જે સફાઈથી અંજામ આપવામાં આવ્યું, તેનાથી આખું અમેરિકામાં હચમચી ગયું છે.
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)એ તેને “Breathtaking Fraud” એટલે કે “સાંસ અટકાવનારી છેતરપિંડી” તરીકે ગણાવ્યું છે. બ્લેકરોકની સહાયક કંપની HPS ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ સહિત અનેક નાણાકીય સંસ્થાઓએ બંકિમ બ્રહ્મભટ્ટ અને તેમની કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ ઓગસ્ટ 2025માં અમેરિકામાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે લોન તરીકે લીધેલા પૈસાને ભારત અને મોરિશસના ઑફશોર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે.
ફ્રોડની ખબર પડી ત્યાં સુધીમાં...
આ આખા લોન ફ્રોડને ખોટા ઈન્વોઈસ, નકલી કંપનીઓ અને કાલ્પનિક ગ્રાહકોના માધ્યમથી અંજામ આપવામાં આવ્યો. કાગળો પર બધું ચમકતું હતું. બેલેન્સ શીટ મજબૂત, ગ્રાહકોની યાદી લાંબી અને ચુકવણી સમયસર. પરંતુ વાસ્તવિકતામાં આ માત્ર કાગજી સામ્રાજ્ય હતું. બ્રહ્મભટ્ટે કથિત રીતે ખોટા ઈન્વોઈસ, નકલી ગ્રાહક એકાઉન્ટ અને કાલ્પનિક આવકની એક માયાજાળ ઉભી કરી હતી. તેમની કંપનીઓએ જે બિલ અને રસીદો બ્લેકરોકને બતાવ્યા તે બધા કમ્પ્યુટર સ્ક્રીન પર ઘડાયેલી વાર્તાઓ નીકળી હતી. બ્લેકરોકને જ્યાં સુધી આ ફ્રોડની ખબર પડી ત્યાં સુધી ખુબ જ મોડું થઈ ગયું હતું.
વર્ષો પહેલાથી જ પ્લાનિંગ?
બ્લેકરોકની લોન આપનારી શાખા HPS ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ (HPS Investment Partners)એ કેટલાક વર્ષો પહેલાં એક ટેલિકોમ કંપનીને મોટી લોન આપી હતી. આ કંપની બંકિમ બ્રહ્મભટ્ટની હતી. બ્રહ્મભટ્ટે પોતાને ગ્લોબલ ટેલિકોમ ઉદ્યોગપતિ તરીકે રજૂ કર્યા. તેમણે HPSને કહ્યું કે તેમની કંપનીઓ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઈસ છે અને આના વિશ્વભરમાં સેકન્ડો કોર્પોરેટ ગ્રાહકો છે. વોલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ મુજબ, 2020માં HPSએ પહેલી વખત બ્રહ્મભટ્ટની કંપનીઓને લોન આપવાનું શરૂ કર્યું. 2024 સુધી બ્રહ્મભટ્ટે HPS પાસેથી લોન લીધી. આ લોનની ગેરંટી તરીકે જે દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા તે બધા નકલી હતા.
જુલાઈ 2025માં HPSના એક કર્મચારીનું કેટલીક ઈમેલ એડ્રેસમાં અજીબ પેટર્ન પર ધ્યાન ગયું હતું. HPSના તે કર્મચારીએ જાણ્યું કે અનેક ગ્રાહક ઈમેલ એડ્રેસ નકલી ડોમેન પરથી બનાવવામાં આવ્યા હતા. આવા ડોમેન જે અસલી ટેલિકોમ કંપનીઓના નામની નકલ કરતા હતા. તપાસ આગળ વધતાં જાણવા મળ્યું કે જે ગ્રાહકો પાસેથી ચુકવણીનો દાવો કરવામાં આવી રહ્યો હતો, તે વાસ્તવમાં ક્યારેય અસ્તિત્વમાં જ નહોતા. કેટલીક ઈમેલ અને લેન-દેનના દસ્તાવેજો સંપૂર્ણપણે ઘડાયેલા હતા. જ્યારે બ્રહ્મભટ્ટને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે પહેલા તો મુદ્દાને હળવાશથી લીધો પછી ફોન ઉઠાવવું જ બંધ કરી દીધું.
ડેલોઈટ અને CBIZ પણ નકલીપણાને ન પકડી શક્યા
ફ્રાન્સના મોટા બેંક BNP Paribasએ પણ બ્રહ્મભટ્ટને આપેલી લોનનો મોટો હિસ્સો ફાઈનાન્સ કર્યો હતો. લોન આપતા પહેલાં ડેલોઈટ અને CBIZ જેવી એકાઉન્ટિંગ કંપનીઓએ બ્રહ્મભટ્ટની કંપનીઓનું ઑડિટ કર્યું. પરંતુ, આશ્ચર્યજનક વાત એ રહી કે બંને મોટી ઑડિટ ફર્મો નકલી દસ્તાવેજોને પકડી શકી નહતી.
ડૂંગળીની છાલની જેમ હવે તપાસમાં બહાર આવી રહ્યાં છે નવા ખુલાસા
છેતરપિંડીના શંકા પછી HPSએ અમેરિકન લો ફર્મ Quinn Emanuel અને CBIZને કેસની તપાસ સોંપી. બંનેની તપાસમાં આશ્ચર્યજનક ખુલાસા થયા. છેલ્લા બે વર્ષમાં બ્રહ્મભટ્ટની કંપનીઓ તરફથી આપવામાં આવેલા બધા ગ્રાહક ઈમેલ નકલી સાબિત થયા. અહીં સુધી કે કેટલાક કોન્ટ્રાક્ટ 2018ના જૂના નકલી કાગળો પર ઘડાયેલા હતા. બ્રહ્મભટ્ટે બેલ્જિયમની ટેલિકોમ કંપની BICSને પોતાનો ગ્રાહક ગણાવ્યો હતો. પરંતુ તપાસ ટીમને BICSએ જણાવ્યું કે બ્રહ્મભટ્ટની કંપની સાથે તેમનો કોઈ સંબંધ નથી અને તેની સાથે સંબંધિત જાળી દસ્તાવેજો આપવામાં આવ્યા છે. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રહ્મભટ્ટે એક કાલ્પનિક સામ્રાજ્ય ઊભું કર્યું, જેમાં કરોડો ડોલરની મિલકતો માત્ર બેલેન્સ શીટ પર જ અસ્તિત્વમાં હતી.
🎉 Wishing a Very Happy Birthday to Our President & CEO, Mr. Bankim Brahmbhatt!#Bankaigroup #BankimBrahmbhatt #HappyBirthday #CEO #Leadership #Inspiration #Gratitude #BusinessLeader #CelebrateLeadership pic.twitter.com/u42KwejEU8
— Bankai Group (@Bankai_Group) July 19, 2025
ઑફિસ બંધ, ઘર પર પણ તાળું
HPSના કર્મચારીઓ જ્યારે ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં આવેલા બ્રહ્મભટ્ટના ઑફિસ પહોંચ્યા ત્યારે ત્યાં તાળો લટકતો જોવા મલ્યો હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે અનેક અઠવાડિયાથી કોઈ કર્મચારી અંદર આવ્યો નથી. તપાસ દરમિયાન અધિકારીઓ જ્યારે બ્રહ્મભટ્ટના ગાર્ડન સિટી વાળા ઘર પર પહોંચ્યા ત્યારે ત્યાં પણ તે જ દ્રશ્ય જોવા મળ્યું. ડ્રાઈવવેમાં બે BMW, એક Porsche, એક Tesla અને એક Audi ઉભી હતી, પરંતુ ઘરનો દરવાજો બંધ હતો. બહાર પર પડેલો એક પાર્સલ ધૂળથી ઢંકાયેલો હતો, જાણે કોઈ અચાનક બધું છોડીને ગાયબ થઈ ગયું હોય.
આ પણ વાંચો- ‘ટ્રમ્પને પણ ખબર નથી કે કાલે….!’, ભારતના આર્મી ચીફનો વ્યંગ


