Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા પિતા-પુત્રના મૃતદેહને વતન લવાશે, જુઓ ભાવનગરના 20 સભ્યોનું લીસ્ટ

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના પહેલા ગુજરાતી પરિવારનો અંતિ વીડિયો સામે આવ્યો છે. ભાવનગરનાં 20 સભ્યોનું ગ્રુપ મોરારીબાપુની કથામાં પહોંચ્યું હતું.
bhavnagar  પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહને વતન લવાશે  જુઓ ભાવનગરના 20 સભ્યોનું લીસ્ટ
Advertisement
  • જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26ના મોત
  • ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલનું નિવેદન
  • હુમલામાં ભાવનગરના વિનોદભાઈ ડાભી ઈજાગ્રસ્ત
  • યતિષ પરમાર અને સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત

જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટના પહેલા ગુજરાતી પરિવારનો અંતિમ વિડીયો સામે આવ્યો છે. ભાવનગરના 20 સભ્યો નું ગ્રુપ શ્રીનગર મોરારીબાપુની કથામાં પહચ્યું હતું. ગઈકાલે બનેલી આંતકવાદી હુમલા ની ઘટના પહેલા ભાવનગર ના પરિવારે એક હોટલમાંથી અંતિમ વિડીયો બનાવ્યો હતો જેમાં તમામ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. અંતિમ વિડીયો બનાવ્યા બાદ વિનોદભાઈ ડાભી, યતિશભાઈ પરમાર તેમના પત્ની કાજલબેન પરમાર અને પુત્ર સ્મિત પરમાર ફરવા માટે પહેલગામ નીકળ્યા હતા જ્યાં આંતકવાદીઓના નિશાના પર આવી જતા પિતા પુત્ર ના મોત થયા છે. આ ઘટનાનો અંતિમ વિડીયો છે જેમાં મૃતક યતિશભાઈ પરમાર અને તેમનો પુત્ર સ્મિત પરમાર જોવા મળી રહ્યા છે.

Advertisement

ભાવનગરથી 20 લોકો મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. ભાવનગર જીલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે નિવેદન આપ્યું છે કે, ભાવનગરથી 20 લોકો મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા. હુમલામાં ભાવનગરનાં વિનોદભાઈ ડાભી ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ વિનોદભાઈને ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. યતિષ પરમાર અને સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત નિપજ્યું હતું. બંનેના મૃતદેહને એર એમ્બ્યુલસન્સમાં ભાવનગર લવાશે.

Advertisement

4 સભ્યો જમ્મુ-કાશ્મીરની હોટલમાં સુરક્ષિત

આતંકી હુમલામાં ભાવનગરનાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. કુલ 20 લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. પાલિતાણાના એક જ પરિવારના 4 લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. મોરારીબાપુની કથા સાંભળવા જમ્મુ-કાશ્મીર ગયા હતા. ગુજરાત ફર્સ્ટની ટીમ પાલિતાણાના નાથાણી પરિવારનાં ઘરે પહોંચી હતી. નાથાણી પરિવારના 4 સભ્યો જમ્મુ-કાશ્મીરની હોટલમાં સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું.

ભાવનગર ગ્રુપના 20 સભ્યોનું લિસ્ટ

વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી
લીલાબેન વિનુભાઈ ડાભી
ધીરુભાઈ ડાયાભાઇ બારડ
મંજુલાબેન ધીરુભાઈ બારડ
મહાસુખભાઈ રાઠોડ
પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ
હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા
ખુશી હરેશભાઈ વાઘેલા
અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા
યતિષભાઈ સુધીરભાઈ પરમાર
સ્મિત યતિષભાઈ પરમાર
કાજલબેન યતિષભાઈ પરમાર
મંજુબેન હરજીભાઈ નાથાણી
સાર્થક મનોજભાઈ નાથાણી
હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી
હર્ષદભાઈ ભગવાનભાઈ નાથણી
ચંદુભાઈ જેરામભાઈ બારડ
ચંદુભાઈ તુલસીભાઈ બારડ
ગીતાબેન ચંદુભાઈ બારડ

હુમલામાં મૃત્યુ પામેલ પિતા-પુત્રની અંતિમવિધિ કરાશે

કાશ્મીરમાં આતંકી હુમલામાં ભાવનગરનાં પિતા-પુત્રનું મોત થયું હતું. સાંજ સુધીમાં બંને મૃતદેહને ભાવનગર લાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંતિમક્રિયામાં હાજર રહેશે. આતંકી હુમલામાં મૃત્યુ પામેલ પિતા-પુત્રની અંતિમવિધિ કરાશે.

Advertisement

.

×