ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

The Sabarmati Report આજે સિનેમાઘરોમાં રજૂ, જાણો ફિલ્મના 5 પાસા

બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આજે સિનેમાઘરોમાં રજૂ ફિલ્મને અત્યાર સુધી સકારાત્મક પ્રતિસાદ મળ્યો વિક્રાંત મેસીનો શાનદાર અભિનય દુ:ખદ ઘટના પાછળ છુપાયેલી વાર્તા VFX ટેક્નોલોજીનો ઉત્તમ ઉપયોગ ફિલ્મનું ડાયરેક્શન પણ કમાલનું The Sabarmati Report : બોલિવૂડ...
03:18 PM Nov 15, 2024 IST | Vipul Pandya
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આજે સિનેમાઘરોમાં રજૂ ફિલ્મને અત્યાર સુધી સકારાત્મક પ્રતિસાદ મળ્યો વિક્રાંત મેસીનો શાનદાર અભિનય દુ:ખદ ઘટના પાછળ છુપાયેલી વાર્તા VFX ટેક્નોલોજીનો ઉત્તમ ઉપયોગ ફિલ્મનું ડાયરેક્શન પણ કમાલનું The Sabarmati Report : બોલિવૂડ...
The Sabarmati Report

The Sabarmati Report : બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' (The Sabarmati Report) આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા અભિનેતા લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફર્યો છે. ધીરજ સરના દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા ગુજરાતમાં બનેલી ગોધરાની ઘટના પર આધારિત છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચાહકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક હતા. આજે જ્યારે 'ધ સાબરમતી રિપોર્ટ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, ત્યારે તેને જોયા બાદ દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મને અત્યાર સુધી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જો તમે હજી પણ વિચારી રહ્યા છો કે વિક્રાંત મેસીની ફિલ્મ જોવી કે નહીં, તો અહીં અમે તમને આ ફિલ્મ જોવાના 5 કારણો જણાવીશું…

વિક્રાંત મેસીના અભિનયને અવગણી શકાય તેમ નથી

વિક્રાંત મેસીએ ખૂબ જ ઓછા સમયમાં દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેની અગાઉની તમામ ફિલ્મો એ વાતની સાક્ષી છે કે વિક્રાંત તેના અભિનય સાથે ક્યારેય બાંધછોડ કરતો નથી. અગાઉની ફિલ્મ 'સેક્ટર 36'માં, અભિનેતાએ પ્રથમ વખત નકારાત્મક પાત્ર ભજવ્યું હતું અને તે સાથે પણ દિલ જીતી લીધા હતા. વિક્રાંતે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જબરદસ્ત અભિનય કર્યો છે. તમને તેમની લાગણીઓ અને અભિવ્યક્તિઓ ગમશે.

દુ:ખદ ઘટના પાછળ છુપાયેલી વાર્તા

વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ગુજરાતમાં ગોધરાની ઘટના પર આધારિત છે. વર્ષ 2002માં જ્યારે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી અને અનેક લોકો દાઝી ગયા હતા ત્યારે આ દર્દનાક ઘટના ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઇ હતી. એવા ઘણા લોકો છે જેઓ હજુ પણ આ કાંડ વિશે જાણતા નથી. ફિલ્મ દ્વારા તમે ગોધરાકાંડને સમજી શકશો. તે સમયે લોકો જે પીડામાંથી પસાર થયા તેની પાછળની વાર્તા ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો----સત્ય ઘટના પર આધારીત The Sabarmati Report આ દિવસે થશે રિલીઝ...

એકતા કપૂરનો સારો પ્રયાસ

જ્યારે પણ એકતા કપૂરની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા મનમાં સાસ-બહુ ટાઈપ ડેઈલી સોપ્સ આવે છે પરંતુ હવે તે આ વસ્તુઓથી ઉપર થઈ ગઈ છે. ડેઈલી સોપ્સ અને લવ-સેક્સ કન્ટેન્ટને બાજુ પર રાખીને તેણે હવે સારી કન્ટેન્ટ પસંદ કરી છે. જો તમે તેના ડેઈલી સોપના ચાહક છો અને હવે તેને કંઈક નવું કરતા જોવા ઈચ્છો છો, તો આ ફિલ્મને ચૂકી જવી મૂર્ખતા હશે.

VFX ટેક્નોલોજીનો ઉત્તમ ઉપયોગ

ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં ઘણા એવા દ્રશ્યો છે જેમાં VFX ટેક્નોલોજીનો શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં ટ્રેન સળગી રહી છે તે દ્રશ્યમાં VFX પ્રદર્શન શાનદાર છે. જો કે સિનેમેટોગ્રાફીની દૃષ્ટિએ આ ફિલ્મ થોડી હળવી લાગે છે, પરંતુ ફિલ્મ પર તેની વધુ અસર પડે તેવું લાગતું નથી.

ફિલ્મનું ડાયરેક્શન પણ કમાલનું છે

સાચી ઘટનાઓને ફિલ્મી પડદે લાવવી એ પોતાનામાં એક મોટો પડકાર છે. જો એક પણ હકીકત બદલાય તો ખળભળાટ મચી જશે. આ બાબતમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ તમને નિરાશ નહીં કરે. લગભગ બે કલાકની આ ફિલ્મ બનાવવા માટે ધીરજ સરનાએ અદ્ભુત દિગ્દર્શન કર્યું છે અને દરેક પાસાને ખૂબ જ વિગતવાર સ્ક્રીન પર લાવ્યા છે.

આ પણ વાંચો----‘The Sabarmati Report’ માં જોવા મળશે આ Hot અને Glamorous અભિનેત્રી, જુઓ Photos

Tags :
BollywoodBollywood actor Vikrant MasseyDheeraj SarnaEkta KapoorentertainmentFILM REVIEWgodharaGodhra IncidentGodhra KandS-6 CoachSabarmati ExpressSabarmati Express FireThe Sabarmati ReportTheSabarmatiReportReviewVFX TechnologyVikrant Massey
Next Article