Alia Bhatt કે હમશકલ...! ઓખળવામાં થાપ ખાઇ જવાય તેવો વીડિયો વાયરલ
- સોશિયલ મીડિયામાં આલિયા ભટ્ટ જેવી દેખાતી યુવતિનો વીડિયો વાયરલ
- ઇન્ટરનેટ યુઝર્સે પોતાની દુવિધા વ્યક્ત કરી
- આ વીડિયો AI જનરેટેડ હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી
Alia Bhatt Look Like Video Viral : સોશિયલ મીડિયા પર સેલિબ્રીટી જેવા દેખાતા લોકોના વીડિયો અને ફોટા વાયરલ થતા રહે છે. આજે, અમે તમને એક છોકરીના ડાન્સ વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જોઇને તમે કહેશો, "ઓહ, આ આલિયા ભટ્ટ છે!" આલિયા ભટ્ટ જેવી દેખાતી એક યુવતિનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો જોયા પછી રણબીર કપૂર પણ મૂંઝાઈ શકે છે
બે છોકરીઓનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક છોકરી બિલકુલ આલિયા ભટ્ટ જેવી દેખાય છે, જ્યારે બીજી છોકરીનો દેખાવ તેની બહેન શાહીન ભટ્ટ જેવો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. વીડિયોની શરૂઆતમાં, બે છોકરીઓ ડાન્સ કરતી જોઈ શકાય છે. લીલી ટી-શર્ટ પહેરેલી છોકરી બિલકુલ આલિયા ભટ્ટ જેવી લાગે છે. આ છોકરીની ઊંચાઈ અને દેખાવ આલિયા ભટ્ટ જેવો જ છે, જેથી હકીકતે આલિયાનોનો પતિ રણબીર કપૂર પણ મૂંઝાઈ જશે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મહેક પવાર નામની મહિલાએ શેર કર્યો છે, જેના 56K ફોલોઅર્સ છે.
યુઝર્સ કહે છે, AI થી વીડિયો બનાવ્યો છે
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ, લાખો વ્યૂઝ અને સેંકડો કોમેન્ટ્સ મળ્યા છે. જે લોકોએ આ વીડિયો જોયો છે, તેમણે પણ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે. એક યુઝરે લખ્યું, " હે મારા ભગવાન, એક ક્ષણ માટે મને લાગ્યું કે, હું ખરેખર આલિયા ભટ્ટને જોઈ રહ્યો છું." બીજા યુઝરે લખ્યું, "આ છોકરી ખરેખર આલિયા ભટ્ટ જેવી લાગે છે." ત્રીજા યુઝરે લખ્યું, "આ છોકરી આલિયા ભટ્ટ જેવી નથી લાગતી. આ AI ફેસ સ્વેપ છે. મેં તેમનું ID ચેક કર્યું, અને તેણે આલિયા ભટ્ટ સાથેના બધા વીડિયો અને ફોટા સ્વેપ કરી દીધા છે."
આ પણ વાંચો ------- રોમાનિયામાં ડિવાઇડર વટાવીને બે વાહન ઉપર થઇને કાર ફંગોળાઇ, ચાલક સલામત