ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kangana Ranaut ની આવી Emergency

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે કંગના રનૌતે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી Emergency : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની...
02:47 PM Nov 18, 2024 IST | Vipul Pandya
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે કંગના રનૌતે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી Emergency : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની...
Emergency

Emergency : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' (Emergency) સમયાંતરે ચર્ચામાં રહે છે. આ ફિલ્મ થોડા દિવસો પહેલા જ રીલિઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝ પહેલા જ તેને લઈને વિવાદ થયો હતો. ત્યારથી આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે સસ્પેન્સ હતું. તો હવે આખરે તેની રિલીઝ ડેટ આવી ગઈ છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

કંગનાની ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ હવે 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કંગના રનૌતે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. ફિલ્મની રિલીઝ ડેટ બહાર આવતાની સાથે જ ચાહકો ખુશ થઈ ગયા હતા અને હવે થોડી રાહ જોયા બાદ આ ફિલ્મ થિયેટરોમાં જોવા મળશે.

આ પણ વાંચો----Emergency ફિલ્મ વિવાદનો આવ્યો અંત,આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ

'ઇમરજન્સી' ક્યારે મુલતવી રાખવામાં આવી હતી?

આ સાથે જ જો કંગનાની આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાની વાત કરીએ તો ફિલ્મ એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત મોકૂફ રાખવામાં આવી છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં જ ફિલ્મની ત્રણ રીલિઝ ડેટ સ્થગિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ તે વિવાદમાં ફસાઈ ગઈ હતી અને સેન્સર બોર્ડે તેની રિલીઝને મંજૂરી આપી ન હતી.

બેક ટુ બેટ ફિલ્મોના કારણે 'ઇમરજન્સી' મુલતવી રાખવામાં આવી હતી

અગાઉ, આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ કંગનાને રાજકીય અભિયાનને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. અગાઉ, ‘ઇમરજન્સી’ 24 નવેમ્બર 2023ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કંગનાની બેક ટુ બેક ફિલ્મોને કારણે તે પછી પણ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલી દેવામાં આવી હતી. હવે આખરે આ ફિલ્મને નવી રિલીઝ ડેટ મળી છે અને તે આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મને લઈને શું છે વિવાદ?

આ સાથે આ ફિલ્મ સાથે જોડાયેલા વિવાદની વાત કરીએ તો તેને શીખ વિરોધી કહેવામાં આવી હતી. શીખ સમુદાયનું કહેવું છે કે ફિલ્મમાં તેમની છબીને ખૂબ જ ખોટી રીતે બતાવવામાં આવી છે. જો કે, બોર્ડે પણ તેની રજૂઆતને મંજૂરી આપી ન હતી અને તેમાં કાપ મૂકવાનું કહ્યું હતું. સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ત્રણ કટ અને 10 ફેરફાર કરવા કહ્યું હતું. આ પછી જ સર્ટિફિકેટ મળશે તેમ જણાવાયું હતું.

આ પણ વાંચો---Film Emergency વધુ એક ચક્રવ્યૂહમાં ફસાઈ, મુંબઈ હાઈકોર્ટે પર આપી નિરાશા!

Tags :
BollywoodBollywood actress Kangana RanautEmergencyEmergency releaseFilm EmergencyKangana RanautKangana Ranaut announced the release date
Next Article