માતા બન્યા પછી RICHA CHADHA નો વિચીત્ર વિચાર, 'દિકરીની સુરક્ષા માટે બંદૂક ખરીદવી પડશે'
- રિચા ચઢ્ઢાએ લિલી સિંહ સાથે મનખોલીને વાત કરી
- પુત્રીના જન્મ પછી આવેલા વિચીત્રી વિચારો મુક્યા
- જો કે, બાદમાં તે વિચારો બદલીને દિકરીને મજબુત બનાવવાનું મન બનાવ્યું
RICHA CHADHA : જુલાઈ 2024 માં અભિનેત્રી રિચા ચઢ્ઢાએ (BOLLYWOOD ACTRESS RICHA CHADHA) તેમની પુત્રી જુનેરા ઇડા ફઝલ (ZUNEYRA IDA FAZAL) નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. સંતાનથી તેમના પરિવારને અપાર ખુશી મળી, પણ સાથે સાથે એક નવી જવાબદારી પણ આવી હતી. જુનેરાએ 16 જુલાઈ, 2025 ના રોજ પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો, અને આ ખાસ પ્રસંગે, રિચાએ માત્ર આ એક વર્ષની પોતાની સફરને યાદ કરી નહીં, પરંતુ તેણીએ કરેલા માનસિક, ભાવનાત્મક અને શારીરિક બદલાવ પણ શેર કર્યા હતા.
View this post on Instagram
શરૂઆતનો ભય અને મૂંઝવણ
લિલી સિંહ (LILLY SINGH) સાથેની વાતચીતમાં, રિચાએ ખૂબ જ પ્રામાણિકપણે સ્વીકાર્યું કે, જ્યારે તેને પહેલી વાર ખબર પડી કે તે માતા બનવાની છે, ત્યારે તેને પહેલી લાગણી ડરની હતી. તેણીએ કહ્યું, 'મને ડર લાગી રહ્યો હતો.' દુનિયા અત્યારે એક વિચિત્ર તબક્કામાંથી પસાર થઈ રહી છે; આબોહવા પરિવર્તન, યુદ્ધ, સામાજિક અસમાનતાઓ. આવી સ્થિતિમાં, શું બાળકને આ દુનિયામાં લાવવું ખરેખર સમજદારીભર્યું છે ? રિચાએ જણાવ્યું કે, માતા બનવાનો વિચાર તેના માટે રોમાંચક હોવાની સાથે સાથે ખૂબ જ પડકારજનક પણ હતો. પોતાની સ્વતંત્ર જીવનશૈલીનો ઉલ્લેખ કરતાં, તેણીએ કહ્યું કે, બાળકના જન્મ પછી રાતોરાત બધું બદલાઈ ગયું છે. "પહેલા છ મહિના બાળકની સંપૂર્ણ સંભાળ રાખવી એ એક મોટી જવાબદારી હતી. હું વિચારી રહ્યી હતી કે શું હવે મારું પોતાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે?"
ભયથી નિશ્ચય સુધીની સફર
શરૂઆતમાં રિચા ગભરાઈ ગઈ હતી, પણ સમય પસાર થતાં તેણે પોતાની ચિંતાને દૃઢ નિશ્ચયમાં પરિવર્તિત કરી દીધો હતો. હળવાશથી તેણીએ કહ્યું કે, "હું વિચારી રહી હતી, કે કદાચ હવે હું ભારતમાં છું અને મારી દીકરીની સુરક્ષા માટે મારે બંદૂક ખરીદવી પડશે." પછી તેણે પોતાને શાંત કર્યો અને કહ્યું, 'ના, આપણે તેને વધુ મજબૂત બનાવીશું.' આપણા જેવા જ કે આપણાથી પણ વધારે.
તે દિવસથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું
જુનેરાના પહેલા જન્મદિવસ પર, રિચાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક રીલ વિડિઓ પોસ્ટ કર્યો, જેમાં તેણીની ગર્ભાવસ્થા, ડિલિવરી અને જુનેરા સાથે વિતાવેલા શરૂઆતના મહિનાઓની ઝલક આપવામાં આવી છે. આ વિડિઓમાં, માતા બનવાની દરેક ક્ષણની સુંદરતા અને ઊંડાણને ખૂબ જ વ્યક્તિગત અને સંવેદનશીલ રીતે શેર કરવામાં આવ્યું છે. તેણીએ કેપ્શનમાં લખ્યું, 'એક વર્ષ પહેલા, મેં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. પ્રસૂતિ પીડા થોડા કલાકો સુધી ચાલી, પણ ડિલિવરી માત્ર 20 મિનિટમાં થઈ ગઈ, કુદરતી જન્મ! તે દિવસથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. મારું શરીર, મારું મન, મારું હૃદય, મારો આત્મા, બધું જ નવું થઈ ગયું હોય તેવું લાગ્યું. જુનેરાનો જન્મ ફક્ત તેનો જ નહીં, મારો પણ થયો. હું ફરીથી માતા તરીકે જન્મી છું. એક નવો દેખાવ, પહેલા કરતાં વધુ સંપૂર્ણ.
આ પણ વાંચો ---- Tanushree Dutta : શા માટે અભિનેત્રીનો રડતો વીડિયો થયો વાયરલ ? જાણો શું છે હકીકત


