Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધૂરંધર ફિલ્મની લોકપ્રિયતાની સૂનામીના કારણે અન્ય રિલીઝ પાછળ ઠેલાઇ

તાજેતરમાં બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેમના નિધન બાદ તેમની અંતિમ ફિલ્મ રિલીઝ થવા તૈયાર છે. જો કે, બોક્સ ઓફિસ પર ધૂરંધર ફિલ્મની અતિ લોકપ્રિયતાના કારણે આયોજકો દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે આ ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે, સોશિયલ મીડિયા મારફતે આ જાહેરાત સામે આવી છે.
ધૂરંધર ફિલ્મની લોકપ્રિયતાની સૂનામીના કારણે અન્ય રિલીઝ પાછળ ઠેલાઇ
Advertisement
  • તાજેતરમાં બોલીવુડના દિગ્ગજ નેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે
  • ધર્મેન્દ્રની આખરી ફિલ્મ એક્કિસ રિલીઝ માટે તૈયાર છે
  • ધૂરંધર ફિલ્મની લોકપ્રિયતાના કારણે એક્કિસની રિલીઝ પાછળ ઠેલવાની જાહેરાત

Bollywood Film Ikkis Release Delay : અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા એક્કિસ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અગાઉ ફિલ્મની રિલીઝ તારીખ 25 ડિસેમ્બર, 2025 નક્કી કરવામાં આવી હતી. ક્રિસમસ માટે સિનેમાઘરોમાં આવવાની આ ફિલ્મ મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ પીઢ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ "એક્કિસ" હવે 2025 માં રિલીઝ થશે નહીં. હવે આ ફિલ્મની રિલીઝ આવતા વર્ષે કરવાની જાહેરાત કરવામાં આવી છે. ધૂરંધર ફિલ્મની લોકપ્રિયતાની સૂનામીને જોતા, એક્કિસ ફિલ્મનું ધોવાણ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

આશાઓ પર પાણી ફેરવી દીધું

"એક્કિસ" ફિલ્મ મુલતવી રાખવાનું કારણ "એક્કિસ" ની બમ્પર સફળતા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, "એક્કિસ" ની વાર્તા પણ દેશભક્તિ પર કેન્દ્રિત છે. દર્શકો "એક્કિસ" જોવાનું પસંદ કરશે કારણ કે, તેમાં સંપૂર્ણપણે નવી સ્ટાર કાસ્ટ છે. દરમિયાન, બ્લોકબસ્ટર "અવતાર" ફ્રેન્ચાઇઝની એક નવી ફિલ્મ 19 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ બે ફિલ્મો નવોદિત અભિનેતા નંદા માટે કઠિન સ્પર્ધા હશે, જેના કારણે રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી છે.

Advertisement

નવી રિલીઝની કઇ તારીખ જાહેર કરી ?

"એક્કીસ" ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ હવે 1 જાન્યુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્માતાઓએ ટ્વિટર પર છ દિવસની રિલીઝ તારીખ વધારવાના સમાચાર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "આ ફિલ્મ ભારતના સૌથી નાના પરમવીર ચક્ર વિજેતા, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે. કેટલાક નાયકો નાની ઉંમરે અમર થઈ જાય છે, અને "એક્કીસ" બહાદુરીની આવી ગાથા રૂપેરી પડદે લાવશે." "એક્કીસ" ના નિર્માતાઓએ દર્શકોને અપીલ કરી હતી કે, તેઓ 2026 માં પોતાને એક હિંમતવાન ભેટ આપે, અને 1 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં ફિલ્મનો અનુભવ કરે.

Advertisement

આ પણ વાંચો ------  OTT પ્લેટફોર્મ્સ હવે સેન્સર બોર્ડના અધિકાર ક્ષેત્રમાંથી મુક્ત,સરકારે કન્ટેન્ટ મોનિટરિંગ માટે 'થ્રી-લેયર' સિસ્ટમની કરી જાહેરાત

Tags :
Advertisement

.

×