Param Sundari ફિલ્મનું નવું સોંગ રિલીઝ, સિદ્ધાર્થ- જાહ્નવીની અદ્ભુત કેમેસ્ટ્રી દેખાઈ
- વરસાદના મોસમમાં રોમેન્ટીક સોંગ રીલીઝ
- શ્રેયા ઘોસાલ અને અદનાદ સામીના અવાજમાં પ્રસ્તુતિ
- આ ગીત મેલોડી, મૂડ અને મૂવમેન્ટનું શાનદાર સંગમ છે
Param Sundari Film Song : આવનારી બોલીવુડ ફિલ્મ 'પરમ સુંદરી'ના (Param Sundari) મેકર્સે શુક્રવારે ફિલ્મનું નવું ગીત 'ભીગી સાડી' (Bheegi Saree - Song) રિલીઝ કર્યું છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને જાહ્નવી કપૂર (Jahvi Kapoor) વરસાદમાં રોમાન્સ કરતા નજરે પડે છે. ગીતને વરસાદના વાતાવરણમાં ફિલ્માવવામાં આવ્યું છે, જેમાં બન્ને કલાકારોની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. મેકર્સે આ ગીતને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “અદનાન સામીની અવાજમાં જૂના દિવસોની યાદો ફરી તાજી થઈ જશે, અને 'છૈલા પિયા' સાથે રોમાન્સ પણ પુરજોશમાં હશે ! પ્રેમ અને જજ્બાતોથી ભરેલું ગીત 'ભીગી સાડી' હવે અદનાન સામીના અવાજમાં રજૂ છે.”
એક અલગ જ જાદુ હોય છે
આ ગીતમાં જાહ્નવી કપૂર (Jahvi Kapoor) સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે રોમેન્ટિક ડાન્સ કરતી દેખાય છે. વરસાદના માહોલે ગીતને વધુ રોમેન્ટિક બનાવી દીધું છે. જાહ્નવીએ ગીતના શૂટિંગનો અનુભવ શેર કરતાં જણાવ્યું, “વરસાદવાળા ગીતો હંમેશા અમારી ફિલ્મોમાં ખાસ રહ્યા છે. તેમાં એક અલગ જ જાદુ હોય છે. હું બાળપણથી વરસાદમાં ફિલ્માવવામાં આવેલા આઇકોનિક સીન જોયા છે, અને હવે 'ભીગી સાડી' સાથે એ વારસાનો ભાગ બનવું મારા માટે સપના સાકાર થવા જેવું છે. આ ગીતની શૂટિંગ દરમિયાન વરસાદમાં ડાન્સ કરવો અને દરેક બીટ અને ભાવનાને અનુભવો, એ મારા માટે અત્યંત ખુશીનો પળ હતો.”
જૂની યાદો અને નવા અંદાજ બન્નેનો મળે છે
અભિનેતા સિદ્ધાર્થ (Sidharth Malhotra) મલ્હોત્રાએ ગીત વિશે કહ્યું, “'ભીગી સાડી'માં (Bheegi Saree - Song) ભરપૂર એનર્જી, રોમાન્સ અને તે ક્લાસિક મોન્સૂન વાઇબ છે, જે આપણે સૌને ગમે છે. જાહ્નવી સાથે આ ગીતના શૂટિંગમાં ઘણી મજા આવી અને અમે ઈચ્છીએ છીએ કે દર્શકો પણ એ સ્પાર્કનો અનુભવ કરે. શ્રેયા અને અદનાનની અવાજે તેને વધુ ખાસ બનાવી દીધું છે.” ગાયક અદનાન સામીએ કહ્યું, “આ એક સુંદર ગીત છે જેમાં જૂની યાદો અને નવા અંદાજ બન્નેનો મળે છે. સચિન-જીગરની જોડી એ કમાલની કમ્પોઝીશન કરી છે. જેમ જ મેં તેની ધૂન સાંભળી, એમ જ હું તેના જાદુમાં ખોવાઈ ગયો. શ્રેયા ઘોષાલની મધુર અવાજે આ ગીતની સુંદરતાને વધુ નીખારી છે. આ ગીત મેલોડી, મૂડ અને મૂવમેન્ટનું શાનદાર સંગમ છે, જે જૂના અને નવા બન્નેને જોડે છે. ગીતનો વીડિયો વરસાદની સુંદરતા સાથે તેની લાગણીઓને સુંદર રીતે દર્શાવે છે.”
મારા માટે ખાસ અનુભવ હતો
શ્રેયા ઘોષાલે કહ્યું, “બોલિવૂડનો રોમાન્સ વરસાદ વિના અધુરો છે। 'ભીગી સાડી' (Bheegi Saree - Song) એ રોમાન્સની લાગણીને સુંદર રીતે રજૂ કરે છે. અદનાન સાથે ગાવું મારા માટે ખાસ અનુભવ હતો, અને મને વિશ્વાસ છે કે આ ગીત લોકોના દિલમાં લાંબા સમય સુધી રહેશે.” ફિલ્મ 'પરમ સુંદરી'નું દિગ્દર્શન તુષાર જલોટાએ કર્યું છે અને તેને દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સે નિર્માણ કર્યું છે. આ ફિલ્મ 29 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો ---- Jolly LLB 3 Teaser Release Date : બંને જોલી મારી મુશ્કેલી વધારી રહ્યા છે - સૌરભ શુકલા