Bollywood ના ભાઇજાનના બોડીગાર્ડ શેરાએ પિતા ગુમાવ્યા, મોઢા પર દુ:ખ છલકાયું
- બોડીગાર્ડ શેરાના માથા પરથી પિતાનો હાથ ઉઠ્યો
- 88 વર્ષની ઉંમરે કેન્સર સામે જંગ હાર્યા
- અંતિમ સંસ્કારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા
Shera Loses Father : બોલીવુડના ભાઇજાન અને સુપરસ્ટાર સલમાનખાનના (Bollywood Super Star Salman Khan) બોડીગાર્ડ શેરાના (BodyGuard Shera) પિતાનું અવસાન થયું છે. શેરાના પિતા કેન્સરની જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા (Shera Loses Father) . શેરાના પિતાનું નામ સુંદર સિંહ જોલી હતું અને તેઓ 88 વર્ષના હતા. તાજેતરમાં કેન્સર સામે લડતા લડતા શેરાના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા (Shera Loses Father) . ગુરુવારે શેરા અને તેમના સંબંધીઓએ અંતિમ સંસ્કાર કર્યા હતા. જેમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તેનો વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં શેરા તેના પિતાના પાર્થિવ શરીરને ખભા પર રાખીને જોવા મળી રહ્યો છે.
શેરા 30 વર્ષથી સલમાન ખાનની ઢાલ છે
તમને જણાવી દઈએ કે, શેરા લગભગ 30 વર્ષથી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો બોડીગાર્ડ છે, અને દરેક પ્રસંગે અભિનેતા માટે ઢાલ તરીકે ઉભો રહે છે. 30 વર્ષથી સલમાન ખાન સાથે કામ કરતો શેરા કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી. શેરાનું સાચું નામ ગુરમીત સિંહ જોલી છે, અને તે 1995માં સલમાન ખાન સાથે જોડાયો હતો. ત્યારથી શેરા સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષાનો ચીફ છે.
શેરા ફિલ્મ સ્ટાર્સને સુરક્ષા પૂરી પાડે છે
શેરા લગભગ 30 વર્ષથી ફિલ્મ જગતમાં સુરક્ષાનો એક મોટો ચહેરો બનીને ઉભરી આવ્યો છે. શેરા ટાઇગર સિક્યુરિટી નામની પોતાની એજન્સી ચલાવે છે, અને ઘણા ફિલ્મ સ્ટાર્સને સુરક્ષા પૂરી પાડે છે. વર્ષ 2017માં હોલીવુડ ગાયક જસ્ટિન બીબર ભારત આવ્યો હતો, ત્યારે શેરાએ તેઓને સુરક્ષા પૂરી પાડી હતી. શેરા લાંબા સમયથી બોડી બિલ્ડિંગમાં ભાગ લઈ રહ્યો છે, અને ઘણી ચેમ્પિયનશિપમાં પણ ભાગ લઈ ચૂક્યો છે.
શેરાનો ઇતિહાસ
શેરાએ 1988માં મિસ્ટર મહારાષ્ટ્ર જુનિયર ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. આ પછી તે 1995માં સલમાન ખાન સાથે જોડાયો હતો અને આજે તે 30 વર્ષથી વધુ સમયથી સુપરસ્ટાર સાથે છે. હવે શેરા ફક્ત સલમાન ખાનના સાથીદાર તરીકે જ ઓળખાય છે અને બંને ઘણીબધી વાર સાથે જોવા મળે છે. ગુરુવારે, તેના પિતાની અંતિમ યાત્રા દરમિયાન તેના પિતાને ગુમાવવાનું દુ:ખ શેરાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ઉપરાંત શેરા તેના પિતાને કાંધ આપીને આગળ ચાલી રહ્યો હતો, અને તેની સાથે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકોએ તેને સાંત્વના આપી છે.
આ પણ વાંચો ---- Viral : ગર્લફ્રેન્ડ જોડે ફરવા યુવકે QR કોડ સાથેનું પોસ્ટર લગાવ્યું, પૈસા માંગતા ટ્રોલ