પાન-મસાલાના ભ્રમક વિજ્ઞાપન બદલ અભિનેતા Salman Khan ને કોર્ટનું તેડું
- સલમાન ખાનને ગ્રાહક કોર્ટની નોટીસ
- પાન-મસાલા કંપની ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોવાનો દાવો
- આ મામલે 27, નવેમ્બરે સુવનણી યોજવામાં આવશે
Salman Khan Summon By Consumer Court : સુપરસ્ટાર સલમાન ખાન (Bollywood Super Star Salman Khan) પાન મસાલાની જાહેરાતને લઈને કાનૂની મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અહેવાલ મુજબ, ભાજપના નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઈન્દર મોહન સિંહ હનીએ "ટાઈગર ઝિંદા હૈ" (Tiger Zinda Hai) ના અભિનેતા વિરુદ્ધ માઉથ ફ્રેશનર બ્રાન્ડને સમર્થન (Support Pan Masala) આપવા બદલ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગુપ્ત જાહેરાતો (Surrogate Advertisement) દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો દાવો છે.
#WATCH | Kota, Rajasthan: Advocate Indra Mohan Singh Honey says, "Actor Salman Khan serves as the brand ambassador for Rajshree Paan Masala Ilaichi. He endorses it, stating it contains saffron, and urges young people to consume it. Salman Khan is a role model for millions of… pic.twitter.com/yOZ83C4mNR
— ANI (@ANI) November 5, 2025
ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા સંદેશા આપ્યા
કોટાની ગ્રાહક અદાલતમાં દાખલ કરાયેલી ફરિયાદ બાદ સલમાન ખાન અને પાન મસાલા બ્રાન્ડના (Salman Khan Pan Masala Raw) ઉત્પાદકને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં ઔપચારિક જવાબો માંગવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ઈન્દર મોહને સલમાન ખાન દર્શાવતી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે, રાજશ્રી પાન મસાલાની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા સંદેશા આપી રહી છે.
અન્ય દેશોમાં આવું નતું નથી
મીડિયા સાથે વાત કરતા, ઇન્દર મોહને કહ્યું, "સલમાન ખાન (Salman Khan Pan Masala Raw) ઘણા લોકો માટે રોલ મોડેલ છે. અમે કોટા કન્ઝ્યુમર કોર્ટમાં આની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, અને સુનાવણી માટે નોટિસ જારી કરવામાં આવી છે. અન્ય દેશોમાં, ફિલ્મ સ્ટાર્સ ઠંડા પીણાંનું પણ સમર્થન કરતા નથી, પરંતુ અહીં તેઓ તમાકુ અને પાન મસાલાનો પ્રચાર કરી રહ્યા છે. હું ઇચ્છું છું કે, તેઓ યુવાનોને ખોટો સંદેશ ના આપે, કારણ કે પાન મસાલા મોંઢાના કેન્સરનું મુખ્ય કારણ છે."
શુદ્ધ કેસરની કિંમત રૂ. 4 લાખ પ્રતિ કિલો
ઇન્દર મોહનનું કહેવું છે કે, બ્રાન્ડ કેસર અને એલચી ધરાવતા માઉથ ફ્રેશનરનો પ્રચાર કરી રહી છે. શુદ્ધ કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 4 લાખ હોવાનો અંદાજ હોવાથી, રૂ. 5 ના ઉત્પાદનમાં આટલી મોંઘી ઘટકનો ઉપયોગ અશક્ય છે. જો કે, સલમાન ખાન (Salman Khan Pan Masala Raw) રાજશ્રી એલચીની જાહેરાતોના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં, સુપરસ્ટાર કોઈ પાન મસાલાની જાહેરાતોમાં દેખાયો નથી.
View this post on Instagram
પેટની ચરબી માટે ટ્રોલ
કામના મોરચે, સલમાન ખાન હાલમાં બિગ બોસ 19 હોસ્ટ કરી રહ્યો છે. તે તેની આગામી ફિલ્મ "બેટલ ઓફ ગલવાન" ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. મંગળવારે, સલમાન ખાને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી જ્યારે તેણે પોતાની ફિટનેસ બતાવી અને પેટની ચરબી માટે ટ્રોલ થયા પછી પોતાને ફરીથી ફીટનેસના શેપમાં લાવી દીધું હતું.
આ પણ વાંચો ----- 'હક' ફિલ્મને સેન્સર બોર્ડની લીલીઝંડી, યામી-ઇમરાનની ફિલ્મ 7 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ થશે


