ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : ફરાર બુટલેગરોને પકડવા ખુદ પોલીસ બની લાચાર

Surendranagar : સુરેન્દ્રનગર( Surendranagar) માં ઝીંઝુવાડાના PSI અને કોન્સ્ટેબલ પર હુમલાનો મામલો ગરમાયો છે. સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના ઘાયલ PSI કે.વી.ડાંગરની તબિયત વધુ બગડતા અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે ફરાર બુટલેગરો જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા હજું પણ પોલીસની ગિરફ્તમાં આવ્યા...
12:41 PM Jan 06, 2024 IST | Vipul Pandya
Surendranagar : સુરેન્દ્રનગર( Surendranagar) માં ઝીંઝુવાડાના PSI અને કોન્સ્ટેબલ પર હુમલાનો મામલો ગરમાયો છે. સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના ઘાયલ PSI કે.વી.ડાંગરની તબિયત વધુ બગડતા અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે ફરાર બુટલેગરો જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા હજું પણ પોલીસની ગિરફ્તમાં આવ્યા...
police attack

Surendranagar : સુરેન્દ્રનગર( Surendranagar) માં ઝીંઝુવાડાના PSI અને કોન્સ્ટેબલ પર હુમલાનો મામલો ગરમાયો છે. સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના ઘાયલ PSI કે.વી.ડાંગરની તબિયત વધુ બગડતા અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે ફરાર બુટલેગરો જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા હજું પણ પોલીસની ગિરફ્તમાં આવ્યા નથી. પોલીસ બંને આરોપીને પકડવા ધમપછાડા કરી રહી છે. પોલીસ પર હુમલાના આ બનાવમાં ખુદ પોલીસ તંત્ર જ લાચાર હોવાનું જણાઇ રહ્યું છે.

PSI કે.વી.ડાંગરને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

સુરેન્દ્રનગરમાં ઝીંઝુવાડાના PSI અને કોન્સ્ટેબલ દારુના ગુનાના વોન્ટેડ બુટલેગરને પકડવા માટે ગયા ત્યારે 27થી વધુ વ્યક્તિઓએ તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં PSI કે.વી.ડાંગર અને કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. PSI કે.વી.ડાંગરની તબિયત કથળતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા ફરાર

પોલીસ અધિકારીઓ પર જ હિચકારો હુમલો થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 4 ટીમો બનાવીને આરોપીઓને શોધવા માટે શોધખોળ શરુ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમો છેલ્લા 2 દિવસથી ફરાર બુટલેગરો જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલાને શોધી રહી છે પણ બંને બુટલગેરોને પકડવામાં પોલીસને નિષ્ફળતા મળી છે. DySP સ્કવોર્ડ અને DSP સ્કવોર્ડ સહિતની ટીમ પણ આરોપીઓને શોધી રહી છે.

સામાન્ય પ્રજાની સુરક્ષા સામે સવાલ

સમગ્ર મામલામાં 27થી વધુ લોકોના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ થઇ રહી છે. ગઈકાલે પાટણ જીલ્લાના સમી પોલીસ મથકના બે નાસતા ફરતા આરોપીઓ જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલાને ઝડપી પાડવા દરમિયાન બંને બૂટલેગરો અને તેમના સાગરીતો પોલીસ પર હુમલો કરી નાસી છુટયા હતા. અસામાજિક તત્વો જ પોલીસ પર હુમલો કરે ત્યારે સામાન્ય પ્રજાની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચો----AHMEDABAD : એક કોલ અને ખાતુ ખાલી!, ઈમરજન્સીના નામે આપને આવી શકે છે ફ્રોડ કૉલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
attackBootleggersconstableGujaratGujarat FirstPSI K.V.DANGARSurendranagarSurendranagar police
Next Article