Ahmedabad Plane Crash : બોરસદના યુવકે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, માતાએ કહ્યું લગ્ન કરવા આવ્યો છે તો લગ્ન કરીને જા!
- અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં બોરસદના યુવકે ગુમાવ્યો જીવ
- 24 વર્ષીય રણવીર સિંહ ચૌહાણનું થયું મોત
- રણવીર સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન જઈ રહ્યો હતો
ખૂબ સામાન્ય પરિવાર માં થી આવતો 24 વર્ષીય રણવીર સિંહ નટવરસિંહ ચૌહાણ અઢી વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ગયો હતો. જ્યાં અભ્યાસની સાથે તે જોબ પણ કરતો હતો. એક મહિના પહેલા પોતાના ભાણેજની ચૌલક્રિયામાં હાજરી આપવા તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ પોતાના વતન કસુંબાડ માં આવ્યો હતો.
5 જૂનની ફ્લાઈટ ચૂકી ગયો હતો
સામાજિક પ્રસંગ પતાવ્યા બાદ માતાએ લગ્નનો આગ્રહ કર્યો હતો. પરંતુ આ યુવકે હાલ લગ્ન નથી કરવા કહી ગત 5 મી જૂનના રોજ તેણે લંડન માટે ટીકીટ બુક કરાવી હતી. પરંતુ નડિયાદ પાસે અકસ્માત સર્જતાં તે ફ્લાઇટ ચુકી ગયો હતો અને આજની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તેણે ટીકીટ બુક કરાવી હતી.
યુવક દુર્ઘટના નો ભોગ બન્યો
મહત્વની વાતએ છે કે તે ગત રાત્રે જ માતા પિતાને પાછો દિવાળીએ આવીશ કહી અમદાવાદ પોતાના સંબંધીને ત્યાં નીકળ્યો હતો. કારણ કે ગત 5 મી એ તે અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા ફ્લાઇટ ચુક્યો હતો. જેથી અગમચેતીના ભાગ રૂપે તે આ વખતે વહેલો અમદાવાદ પહોંચ્યો હતો. આજે આ યુવક દુર્ઘટના નો ભોગ બન્યો છે ,હાલ માતાપિતા અને પરિવાર સહિત ગ્રામજનો યુવક હેમખેમ પરત આવશેની આશ લગાવી બેઠા છે.
અમે લંડનમાં સાથે જ રહેતા હતાઃ કમલેશ ચૌહાણ
મૃતક યુવકના મિત્ર કમલેશ ચૌહાણે જણાવ્યું હતું કે, એ મારો મિત્ર છે. અમે ગામમાં જ જોડે રહીએ છીએ. અને લંડનમાં પણ સાથે રહીએ છીએ. અમે સાથે જ જવાનો પ્લાન કર્યો હતો. પરંતુ તેના વિઝા જલ્દી આવી જતા તે મારા કરતા પાંચ છ મહિના પહેલા જતો રહ્યો હતો. જે બાદ મારા વિઝા આવ્યા હતા અને હું ગયો હતો. એના પરિવારમાં પ્રસંગ હતો એટલે તેણે ટીકીટ એક્સચેન્જ કરાવી હતી. જે બાદ તેણે 5 મી જૂનની ટીકીટ બુક કરાવી હતી. પરંતું તે ફ્લાઈટ તે ચૂકી ગયો હતો. જે બાદ તેણે 12 મી જૂનની ફ્લાઈટમાં ટીકીટ બુક કરાવી હતી.
હવે પાછો આવીશ ત્યારે લગ્ન કરીને જઈશ: સરોજબેન
મૃતકના માતા સરોજબેન ચૌહાણે જણાવ્યું હતું કે, મારે એટલી જ વાત થયેલી છે હવે તું લગ્ન કરવા આવ્યો છે તો લગ્ન કરીને જા. બે ત્રણ દીકરીઓ જોઈ. જે બાદ તેણે ના પાડી. હવે પાછો આવીશ ત્યારે લગ્ન કરીને જઈશ. જે બાદ તે અમદાવાદ જવા ગાડીમાં નીકળ્યો હતો.
આ પણ વાંચોઃ Surat : અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો, સુરતની મહિલાએ પ્લેનમાં ક્ષતિ હોવાનો કર્યો દાવો