Botad : વહીવટી તંત્રની બેદરકારી સામે BJP આગેવાન લડી લેવાનાં મૂડમાં! Video બનાવી આપી ચિમકી
- બોટાદ BJP નાં વધુ એક નેતાએ વહીવટી તંત્ર સામે બળાપો ઠાલવ્યો
- આગેવાન કાળુભાઈ રાઠોડે Video બનાવી ગંભીર આક્ષેપ કર્યાં
- બોટાદનાં વોર્ડ નંબર 8 માં ગટરની સમસ્યાને લઈ ઠાલવ્યો રોષ
- પાલિકાના ઘેરાવની આપી ઉચ્ચારી ચીમકી
ભાજપનાં (BJP) વધુ એક નેતાએ વહીવટી તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે. બોટાદ ભાજપનાં આગેવાને નગરપાલિકાની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. બોટાદ (Botad) શહેર ભાજપનાં આગેવાન કાળુભાઈ રાઠોડે (Kalubhai Rathore) વીડિયો બનાવી વાઈરલ કર્યો છે, જેમાં નગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને ગંભીર આક્ષેપ પણ કર્યા છે. તેમણે કહ્યું કે, પાલિકાનાં પાપે સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ સાથે તેમણે સમસ્યાનો જલદી ઉકેલ નહીં આવે તો પાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
- બોટાદ BJP નાં વધુ એક નેતાએ વહીવટી તંત્ર સામે બળાપો ઠાલવ્યો
- આગેવાન કાળુભાઈ રાઠોડે Video બનાવી ગંભીર આક્ષેપ કર્યાં
- બોટાદનાં વોર્ડ નંબર 8 માં ગટરની સમસ્યાને લઈ ઠાલવ્યો રોષ
- ગટરનાં પાણી સોસાયટી અને ઘરમાં ઘૂસી જાય છે : કાળુભાઈ
- પાલિકાના ઘેરાવની આપી ઉચ્ચારી ચીમકી@BjpBotad…— Gujarat First (@GujaratFirst) August 7, 2024
આ પણ વાંચો - Gir Somnath : વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે : કરશન બારડ
છેલ્લા બે વર્ષથી ગટરનાં પાણીની સમસ્યા છે : કાળુભાઈ રાઠોડ
બોટાદ ભાજપ (Botad BJP) આગેવાન કાળુભાઈ રાઠોડે (Kalubhai Rathore) પાલિકાની સુસ્ત કામગીરી સામે રોષ વ્યક્ત કરતો એક વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. આ વીડિયોમાં કાળુભાઈ રાઠોડે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, બોટાદનાં વોર્ડ નંબર 8 માં આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ગટરનાં પાણીની સમસ્યા છે. બે વર્ષથી સાતેક સોસાયટીનાં ગટરનાં પાણી ઊભરાઈને વિષ્ણુનગર સોસાયટીમાં આવે છે. ગટરનાં ગંદા પાણી રસ્તાઓ પર તેમ જ અમુક ઘરો સુધી ભરાય છે, જેથી રહિશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો વકરી રહ્યો છે. ગંદકીનાં લીધે ચાંદીપુરા ફેલાવાની દહેશત પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો -Palanpur : મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત 250 એકમો સામે નગરપાલિકાની મોટી કાર્યવાહી
પાલિકાનો ઘેરાવ કરી વિરોધ દાખવવાની ચિમકી
કાળુભાઈ રાઠેડે આગળ વાઇરલ વીડિયોમાં કહ્યું કે, આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં, કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. બે વર્ષથી આ સમસ્યાને લઈને નગરપાલિકા (Botad Municipality) બેદરકારી દાખવી રહી છે. કાળભાઈ રાઠોડે કહ્યું કે, જો આ સમસ્યાનો હવે જલદી ઉકેલ નહીં લાવવામાં આવે તો નગરપાલિકાનો ઘેરાવ કરી વિરોધ દાખવવામાં આવશે. બોટાદ નગરપાલિકાની બેદરકારી મામલે ભાજપનાં જ આગેવાને કરેલ વાઈરલ વીડિયો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ પણ વાંચો -Anand : પ્લાસ્ટિકની કંપનીમાં ગઈકાલે લાગી ભીષણ આગ, ફાયર વિભાગને લઈને પણ ચોંકાવનારા ખુલાસા