Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Botad: કષ્ટભંજન દેવના દ્વારે ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણી!

Botad દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને અનંતભાઈ અંબાણીએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા હતા. તેમણે ગૌપૂજન અને ધ્વજા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કોઠારી સ્વામીની વિનંતી પર મુકેશભાઈ અંબાણીએ જિયો પ્લેટફોર્મ પર દાદાની આરતી લાઈવ કરવા પુત્રને સૂચના આપી છે. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ 'જય શ્રી રામ'ના નારા સાથે તેમને વિદાય આપી હતી.
botad  કષ્ટભંજન દેવના દ્વારે ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણી
Advertisement
  • Botad મુકેશભાઈ અને અનંતભાઈ અંબાણીએ સાળંગપુર દાદાના દર્શન કર્યા
  • પિતા-પુત્રએ મંદિરમાં ગૌપૂજન અને ધ્વજા પૂજન કર્યું
  • જિયો પર સાળંગપુરની આરતી લાઈવ કરવા મુકેશભાઈ અંબાણીનું સૂચન

Botad: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur) ખાતે આજે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી (Mukeshbhai Ambani) તેમના પુત્ર અનંતભાઈ અંબાણી (Anantbhai Ambani) સાથે કષ્ટભંજન હનુમાનજી દાદા (Kashtbhanjan Hanumanji)ના દર્શનાર્થે પહોંચ્યા હતા. પિતા-પુત્રની આ જોડીએ હનુમાનજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

મંદિર પરિસરમાં ગૌ પૂજન કર્યું

botad_gujaratfirst

Advertisement

મંદિરે પહોંચતા જ મંદિર પ્રશાસન અને કોઠારી સ્વામી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ અંબાણી અને અનંતભાઈ અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે હનુમાનજી દાદાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે મંદિર પરિસરમાં ગૌ પૂજન પણ કર્યું હતું અને ગાય માતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ, પિતા-પુત્રએ મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી પવિત્ર ધ્વજાનું પૂજન કરી ધ્વજારોહણની વિધિમાં ભાગ લીધો હતો.

Advertisement

Jio પ્લેટફોર્મ પરથી આરતી લાઈવ થશે!

આ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા પણ સામે આવી છે. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને વિનંતી કરી હતી કે સાળંગપુર દાદાની લાઈવ આરતી વિશ્વભરના ભક્તો જોઈ શકે તે માટે તેને 'જીયો' (Jio) પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવે. સ્વામીની આ વાતને તુરંત સ્વીકારીને મુકેશભાઈ અંબાણીએ તેમના પુત્ર અનંતભાઈ અંબાણીને આ બાબતે જરૂરી વ્યવસ્થા કરવા અને ટેકનિકલ ટીમ સાથે વાત કરવા સૂચના આપી હોવાનું સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું. આ નિર્ણયથી હવે આગામી સમયમાં દેશ-વિદેશના લાખો ભક્તો ગમે ત્યાંથી લાઈવ આરતીનો લાભ લઈ શકશે.

Botad: જય શ્રી રામ' અને 'કષ્ટભંજન દેવની જય' ના નારા ગુંજ્યા

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ સાળંગપુર આવ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. મુકેશભાઈ અંબાણી અને અનંતભાઈ અંબાણીની એક ઝલક મેળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન પૂર્ણ કરીને જ્યારે અંબાણી પરિવાર પરત રવાના થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર લોકોએ 'જય શ્રી રામ' અને 'કષ્ટભંજન દેવની જય' ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. અંબાણી પરિવારે પણ હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પણ વાંચોઃ કથાકાર Aniruddhacharya એ Bollywood પર નિશાન તાક્યું, કહ્યું, 'તેઓ પોતાને ભગવાન સમજે છે'

Tags :
Advertisement

.

×