Disha Patani ના ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીઓનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
- Disha Patani ના ઘરે ગોળીબારની ઘટનાના બે આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત
- દિશા પટણીના ઘરે 12 સપ્ટેમ્બરે વહેલી સવારે ફાયરિંગ કરી હતી
- પોલીસ અથડામણમાં બંને આરોપીઓના થયા મોત
ઉત્તર પ્રદેશના બરેલીમાં દિશા પટણીના ઘરે ગોળીબારની ઘટનાના બે આરોપીઓ ગાઝિયાબાદમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે.બંને ગુનેગારો ગોલ્ડી બ્રાર-ગોદારા ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું છે. બરેલીમાં અભિનેત્રી દિશા પટણીના ઘરે અંધાધૂંધ ગોળીબારની ઘટના 12 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 3:45 વાગ્યે બની હતી. આ સંદર્ભમાં બરેલીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.આ ઘટના અંગે પોલીસ એકશનમાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
Disha Patani ના ઘરે ગોળીબારની કરનાર આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત
આજે તારીખ 17 સપ્ટેમ્બરએ યુપી એસટીએફની નોઈડા યુનિટ અને દિલ્હી સીઆઈ યુનિટની સંયુક્ત ટીમે ગાજિયાબાદના ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનકાઉન્ટરની ઘટના બની હતી. અથડામણમાં બંને શાર્પશૂટર ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમની સારવાર દરમિયાન મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બંને ગુનેગારો રોહિત ગોદારા-ગોલ્ડી બ્રાર ગેંગના સક્રિય સભ્યો હતા. રવિન્દ્ર અનેક ઘટનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. ઘટનાસ્થળેથી ગ્લોક અને જીગાના પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસ મળી આવ્યા હતા.
Disha Patani ઘરે ફાયરિંગ કરનાર આરોપીઓની થઇ ઓળખ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી અને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. પડોશી રાજ્યોના ગુના રેકોર્ડ સાથે સીસીટીવી ફૂટેજ મેચ કર્યા પછી અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા, પોલીસે ગુનો કરનાર બે ગુનેગારોની ઓળખ રોહતકના કહાની નિવાસી કલ્લુના પુત્ર રવિન્દ્ર અને સોનીપતના ગોહના રોડ ખાતે રહેતા ઇન્ડિયન કોલોની નિવાસી રાજેન્દ્રના પુત્ર અરુણ તરીકે કરી છે.
આ પણ વાંચો: દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 લોન્ચ, 460 ચાર્જિંગ સ્ટેશન, નોકરીઓનું થશે સર્જન