ફ્લાઈટમાં Bomb Blast ની ધમકી કેસમાં નવો વળાંક, સગીર આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
- દેશભરમાંથી ફ્લાઈટમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાનો સામે આવી
- મંગળવારે પણ લગભગ 30 ફ્લાઈટોમાં ધમકીની માહિતી મળી
- આ કેસમાં એક વિદ્યાર્થીની ગયા અઠવાડિયે કરાઈ હતી ધરપકડ
દેશભરની ફ્લાઈટ્સ પર બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast)ની ધમકીની અફવાઓ સામે આવી રહી છે. મંગળવારે પણ લગભગ 30 ફ્લાઈટોમાં ધમકીની માહિતી મળી હતી. જે બાદ કેટલીક ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું જ્યારે કેટલાકના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા. તાજેતરમાં, 14 ઓક્ટોબરે, ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર બોમ્બ વિસ્ફોટ (Bomb Blast)ની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં 11 મા ધોરણમાં ભણતા 17 વર્ષના વિદ્યાર્થીની ગયા અઠવાડિયે છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી. હવે તે વિદ્યાર્થીએ ચોંકાવનારો દાવો કર્યો છે.
POCSO હેઠળ કેસની તપાસ...
હકીકતમાં, વિદ્યાર્થીની ધરપકડ બાદ તેને દક્ષિણ મુંબઈના જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો . વિદ્યાર્થીએ કહ્યું કે અહીં રહેતા એક વ્યક્તિએ તેનું યૌન શોષણ કર્યું. એક અધિકારીએ આ દાવો જાહેર કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર છોકરાની ફરિયાદના આધારે ડોંગરી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો : Cyclone Dana : કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', હાઈ એલર્ટ પર આ રાજ્યો
મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ નથી...
આ કેસમાં ચિલ્ડ્રન હોમના કેદીઓની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નક્કર તથ્ય જાણવા મળ્યું નથી. કિશોરની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. જો કે, મેડિકલ રિપોર્ટમાં પણ કોઈ પ્રકારનો હુમલો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું નથી. અધિકારીઓનું કહેવું છે કે, કિશોરે બે વખત જાતીય શોષણના આરોપો લગાવ્યા છે. તેણે છત્તીસગઢમાં આ આરોપો લગાવ્યા હતા. જોકે, તેના દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : Bomb Threats : વધુ એક ફ્લાઈટમાં બોમ્બ! એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિગ...
આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું...
ડોંગરી ચિલ્ડ્રન હોમના કિસ્સામાં, છોકરાએ કહ્યું કે 16 વર્ષીય કિશોરે સોમવારે સવારે તેની સાથે યૌન શોષણ કર્યું. આ પછી જે.જે. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મેડિકલ રિપોર્ટમાં તેના પ્રાઈવેટ પાર્ટ પર કોઈ પ્રકારની ઈજા ન હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે છોકરો ખોટા આરોપો લગાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો : Train Accident : મુસાફરી કરતા પહેલા સાચવજો! વધુ એક ટ્રેન પાટા પરથી ઉતરી...