ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

HINA KHAN સાથે લગ્ન અંગે BOYFRIEND ROCKY એ કહી આ મોટી વાત!

HINA KHAN - ROCKY JAISWAL NEWS : હિના ખાનને કેન્સર થવાના સમાચાર સામે આવ્યા ત્યાર બાદથી જ સૌ લોકો હિનાનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થઈ જાય તે માટે પ્રાથના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર હિના ખાન વિશેની ચર્ચાઓ પણ તેજ...
08:54 PM Jul 04, 2024 IST | Harsh Bhatt
HINA KHAN - ROCKY JAISWAL NEWS : હિના ખાનને કેન્સર થવાના સમાચાર સામે આવ્યા ત્યાર બાદથી જ સૌ લોકો હિનાનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થઈ જાય તે માટે પ્રાથના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર હિના ખાન વિશેની ચર્ચાઓ પણ તેજ...

HINA KHAN - ROCKY JAISWAL NEWS : હિના ખાનને કેન્સર થવાના સમાચાર સામે આવ્યા ત્યાર બાદથી જ સૌ લોકો હિનાનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થઈ જાય તે માટે પ્રાથના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર હિના ખાન વિશેની ચર્ચાઓ પણ તેજ થઈ છે. હિના ખાન પણ અવાર નવાર તેના સ્વાસ્થ્ય વિશેની અપડેટ્સ સોશિયલ મીડિયાના માધ્યયમથી તેના ફેન્સને આપતી રહે છે. હિના ખાનના કેન્સર થયાના સમાચાર સામે આવ્યા બાદ હિનાના લાંબા સમયથી બોયફ્રેંડ રહેલા રોકી જયસ્વાલ અંગે પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. સૌ લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે, શું હવે રોકી અને હિનાના સંબંધોનો અંત આવશે કે પછી તેમનો સંબંધ હવે કઈક નવો જ વળાંક લેશે. હવે આ બાબત અંગે રોકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું છે

HINA KHAN સાથે લગ્ન અંગે રોકીએ કહ્યું કે..

હિના ખાન (HINA KHAN) અને રોકી લાંબા સમયથી એકબીજાની સાથે છે. તેઓ વારંવાર એકબીજા સાથે અલગ અલગ ઇવેન્ટ્સમાં જોવા મળતા હોય છે. હિના ખાન જ્યારે બિગ બોસમાં આવી હતી, તે સમય દરમિયાન પણ રોકી બિગ બોસના ઘરમાં તેમને મળવા માટે આવ્યા હતા. હિના ખાનની બીમારી અંગેના સમાચાર સામે આવ્યા ત્યારથી જ તેમના બંનેના લગ્ન અંગેના સમાચાર ખૂબ જ ચર્ચાઇ રહ્યા છે. શું હવે રોકી આવી પરિસ્થિતિમાં હિના સાથે લગ્ન કરશે કે નહીં તે વાત લોકોમાં ચર્ચાઇ રહી છે. હિના સાથે લગ્નની બાબત અંગે રોકી કહે છે કે, 'તેની અને હિના વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. રોકી કહે છે કે તે હિનાના સ્વસ્થ થવાની રાહ જોશે. એટલું જ નહીં, પરંતુ તેને લગ્ન કરવાની પણ કોઈ ઉતાવળ નથી. અત્યારે રોકીનું સંપૂર્ણ ધ્યાન હિના પર છે જેથી તે જલ્દી સ્વસ્થ થઈ જાય'.

અમે પહેલા પણ સાથે હતા અને હમેશા રહીશું - રોકી જયસ્વાલ

રોકીએ હિના સાથે લગ્ન અંગે કહ્યું કે - તેઓ હિનાના સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છે. આ બાબત અંગે આગળ તેમણે કહ્યું હતું કે - તે અને હિના પહેલા પણ સાથે હતા અને હંમેશા સાથે રહેશે. રોકી માત્ર હિનાને જલ્દી સ્વસ્થ થાય તે જોવા માંગે છે. રોકીનો આ જવાબ લોકોની સામે આવતા જ બધાએ તેના વખાણ કર્યા અને કહ્યું કે બંને વચ્ચે ખરેખર ઘણો સારો અને ગાઢ પ્રેમ છે. અભિનેત્રીના ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા.

લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે હિના અને રોકી

 

 

 

 

 

 

 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે હિના ખાન તેના લગ્ન વિશે વિચારી રહી છે, તો બીજી તરફ, કેન્સર હોવાનું નિદાન થયા પછી, હિનાએ અત્યારે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે હિના અને રોકી લાંબા સમયથી એકબીજાની સાથે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાય છે કે હિના અને રોકીની મુલાકાત ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના સેટ પર થઈ હતી અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે.

આ પણ વાંચો : MIRZAPUR 3 માં આવશે PANCHAYAT ના સચિવજી; કાલીન ભૈયાનું કરશે આ મોટું કામ!

Tags :
breast cancerGujarat FirstHina KhanHINA KHAN BOYFRIENDhina khan cancerHINA KHAN MARRIAGEHINA KHAN ROCKY JAISWALTV Actress
Next Article