Brazil Drugs War : ડ્રગ્સ માફિયા વિરૂદ્ધ મોટું ઓપરેશન, ગેંગના 132 સભ્યોનું મોત
- બ્રાઝિલમાં ડ્રગ્સ વિરોધી ઝૂંબેશે વેગ પકડ્યો
- પોલીસના વિશેષ ઓપરેશનમાં 132 આરોપીઓ ઠાર મરાયા
- સ્થાનિક ગ્રામજનો મૃતદેહને રસ્તા પર લાવ્યા હોવાનું ખુલ્યું
Brazil Drugs War : બ્રાઝિલમાં પોલીસે ડ્રગ્સ જોડે સંકળાયેલી ગેંગ વિરૂદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું (Brazil Drugs War) છે. રિયો ડી જાનેરોમાં પોલીસે અત્યાર સુધીમાં 132 ડ્રગ્સ સાથે સંકળાયેલી ગેંગ સભ્યોને મારી નાખ્યા છે. પોલીસ ઓપરેશનથી રિયો ડી જાનેરોની શેરીઓમાં મૃતદેહો પડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, મોટી ડ્રગ ગેંગને નિશાન બનાવતી આ કાર્યવાહીનું બે મહિના અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સ્થાનિકોએ પોલીસ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
Mga ICC adik, at Human Rights chuchu dyan, bakit wala ako naririnig na naviolate ng Brazil Gov't sa kanilang War On Drugs na Crimes against Humanity? PATAWA kayong lahat. pic.twitter.com/Xs2i2VBtOP
— Sipol🎯King™ (@tripwire_analog) October 30, 2025
અન્ડરવેર સુદ્ધાં કાઢી નંખાયા
મૃતદેહોને (Brazil Drugs War) રિયો ડી જાનેરોની બહારના એક ફૂટપાથ પર લાઇનમાં પડ્યા હતા. સ્થાનિકોએ અહેવાલ આપ્યો કે, ઘણા લોકોના અન્ડરવેર સુદ્ધાં ઉતારવામાં આવ્યા હતા જેથી તેમના સંબંધીઓ તેમની ઓળખ કરી શકે, જ્યારે અન્યને ચાદરથી ઢાંકવામાં આવ્યા હતા.
ખાસ યુનિત તેનાત હતું
બ્રાઝિલની સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે, એક મોટી ડ્રગ ગેંગનો (Brazil Drugs War) નાશ કરવાના હેતુથી દરોડાનું આયોજન બે મહિનાથી વધુ સમયથી કરવામાં આવ્યું હતું. આ યોજનાનો હેતુ શંકાસ્પદોને જંગલી પર્વતીય વિસ્તાર સુધી લઇ જવાનો હતો, જ્યાં તેમને અટકાવવા માટે એક ખાસ ઓપરેશન યુનિટ તૈનાત કરવામાં આવ્યું હતું.
પોલીસ સામે પણ તપાસ થઇ શકે છે
રિયો રાજ્ય સુરક્ષા વડા વિક્ટર સાન્તોસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "આ ઓપરેશનની (Brazil Drugs War) અતિશય ઘાતકતા અપેક્ષિત હતી, પરંતુ ઇચ્છનીય ન્હોતી." તેમણે ઉમેર્યું હતું કે અધિકારીઓ પોલીસ "ગેરવર્તણૂક" ના કોઈપણ કેસની તપાસ કરશે. રિયોના પેન્હા પડોશના રહેવાસીઓએ રાતોરાત આસપાસના જંગલમાંથી ડઝનબંધ મૃતદેહો એકત્રિત કર્યા હતા અને તેમાંથી 70 થી વધુ મુખ્ય શેરીની મધ્યમાં મૂકી દીધા હતા.
પરિજનો રડતા રહ્યા હતા
મીડિયાએ રેને સિલ્વા, જે વિસ્તારમાં દરોડો પડ્યો હતો તે વિસ્તારના સમુદાયના નેતાને ટાંકીને કહ્યું, "વધુ મૃતદેહો આવતા રહ્યા હતા." તેમણે અંદાજ લગાવ્યો કે, સ્વયંસેવકોએ રાત્રે 50 થી 60 મૃતદેહો મેળવ્યા હતા, માતાઓ, પત્નીઓ, બાળકો ત્યાં રડતા હતા. જો કે, વિશાળ કાર્યવાહી (Brazil Drugs War) કેવી રીતે આગળ વધી અને પીડિતોમાં નાગરિકો હતા કે કેમ તે અંગે અનિશ્ચિતતા રહી છે. એક અધિકારીએ પછીથી સ્વીકાર્યું કે, આ કામગીરી ટોચના ગેંગ લીડરને પકડવાના તેના લક્ષ્યમાં નિષ્ફળ રહ્યા છે.
ડ્રગ્સ અને હિંસા ફેલાવે છે
રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસીયો લુલા દા સિલ્વાએ બુધવારે રિયો ડી જાનેરોમાં એક મંત્રી સમિતિ મોકલી અને ફોરેન્સિક તપાસ માટે ફેડરલ સમર્થનનું વચન આપ્યું કે. "અમે સ્વીકારી શકતા નથી કે, સંગઠિત ગુના પરિવારોનો નાશ કરે છે, રહેવાસીઓ પર જુલમ કરે છે, અને શહેરોમાં ડ્રગ્સ (Brazil Drugs War) અને હિંસા ફેલાવે છે,"
ઇતિહાસની સૌથી મોટી રેડ મનાય છે
રિયો રાજ્યના ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ દરોડાને સફળ ગણાવ્યો, જેમાં 113 કથિત રેડ કમાન્ડ ગેંગ સભ્યોની ધરપકડ, 118 શસ્ત્રો અને મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાસ્ટ્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીનો હેતુ રેડ કમાન્ડના વધતા પ્રભાવને રોકવા અને ગેંગને (Brazil Drugs War) શહેરના મોટા ભાગો પર તેનું નિયંત્રણ વિસ્તરતા અટકાવવાનો હતો. આ દરોડા બ્રાઝિલના ઇતિહાસમાં સૌથી ઘાતક પોલીસ કાર્યવાહી સાબિત થયા છે. અગાઉ 2021 માં મૃત્યુની સૌથી વધુ સંખ્યા નોંધાઈ હતી, જ્યારે રિયોના જેકારેઝિન્હો પડોશમાં પોલીસ દ્વારા ડ્રગ વિરોધી દરોડા દરમિયાન 28 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો ------ ચાઇના પર લાદેલા ટેરિફમાં 10 ટકાની રાહત, ટ્રમ્પે કરી મોટી જાહેરાત


