BRICS Summit : PM મોદી અને પુતિનની મુલાકાત, ભારતે યુક્રેન સંઘર્ષ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, Video
- PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર વચ્ચે મુલાકાત
- BRICS Summit રશિયાના કઝાન શહેરમાં મળ્યા બે દિગ્ગજ નેતાઓ
- PM મોદીએ પુતિન સાથે હાથ મિલાવ્યા અને પછી તેમને ગળે લાગ્યા
BRICS Summit રશિયાના કઝાન શહેરમાં 23 અને 24 ઓક્ટોબરે યોજાશે. PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કઝાનમાં BRICS Summit પહેલા મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ એકબીજાને ઉમળકાભેર મળ્યા હતા. PM મોદીએ પુતિન સાથે હાથ મિલાવ્યા અને પછી તેમને ગળે લગાવ્યા. આ પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થઈ. વાતચીત દરમિયાન PM મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત થયા...
પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન PM નરેન્દ્ર મોદીએ રશિયાના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માન્યો હતો. તેમણે કઝાન શહેર સાથે ભારતના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને માહિતી આપી હતી કે ભારત કઝાનમાં નવું કોન્સ્યુલેટ ખોલી રહ્યું છે. PM મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં હું બીજી વખત રશિયા આવ્યો છું. હું આ વર્ષે જુલાઈમાં મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. આ ઉષ્મા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
આ પણ વાંચો : China આવી ગયું લાઇન પર..કહ્યું...પૂર્વ લદ્દાખની મડાગાંઠ ઉકેલાશે
PM મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉલ્લેખ કર્યો...
PM મોદીએ છેલ્લા એક વર્ષથી બ્રિક્સનું નેતૃત્વ કરવા બદલ રશિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે બ્રિક્સે છેલ્લા 15 વર્ષમાં પોતાની છાપ છોડી છે. હું બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું. રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને હું સતત સંપર્કમાં છીએ. ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ શાંતિપૂર્ણ હોવો જોઈએ. અમે માનવજાતની સંભાળ રાખીને શાંતિ અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ. ભારત આ મામલે તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે.
આ પણ વાંચો : હમાસમાં નેતૃત્વનો સંકટ! સિનવારના મૃત્યુ બાદ લીડરની નહીં થાય જાહેરાત
રાષ્ટ્રપતિ પુતિને શું કહ્યું?
PM નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, 'આંતર-સરકારી આયોગની આગામી બેઠક 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાની છે. અમારા સંયુક્ત પ્રોજેક્ટ્સ સતત પ્રગતિ કરી રહ્યા છે. તમે કઝાનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાનું નક્કી કર્યું છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારતની નીતિઓથી બંને દેશો વચ્ચેની ભાગીદારી અને સંબંધોને ફાયદો થશે. તમને અને તમારા પ્રતિનિધિમંડળને રશિયામાં જોઈને અમે ખૂબ જ ખુશ છીએ.
આ પણ વાંચો : હોસ્પિટલની નીચે બનાવેલું Hezbollah નું સિક્રેટ બંકર મળતા ખળભળાટ