Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ભાજપના પૂર્વ સાંસદ Brij Bhushan Sharan Singh ને જન્મદિવસ નિમિત્તે મળી ઘોડાની ગિફ્ટ

ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહને પંજાબના મિત્રોએ જન્મદિવસની ભેટ તરીકે 1.5 કરોડ રૂપિયાનો કિંમતી ઘોડો આપ્યો છે. આ ઘોડો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ રમી ચૂક્યો છે અને તેની પાસે પોતાનો પાસપોર્ટ પણ છે. કિંમત સાંભળીને પૂર્વ સાંસદે રમુજી અંદાજમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ગોંડામાં તેમના નિવાસસ્થાને આ ઘોડાને જોવા માટે લોકોની ભીડ જામી હતી, જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ભાજપના પૂર્વ સાંસદ  brij bhushan sharan singh ને જન્મદિવસ નિમિત્તે મળી ઘોડાની ગિફ્ટ
Advertisement
  • UPના ભાજપના દિગ્ગજ નેતા Brij Bhushan Sharan Singh ને મળી મોટી ભેટ
  • ભાજપના નેતા બ્રિજભૂષણને જન્મદિવસે મળી મોટી ગિફ્ટ
  • બ્રિજભૂષણ સિંહને કિંમતી ઘોડો ભેટમાં મળ્યો 

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા બ્રિજભૂષણ શરણ સિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે ચર્ચા રાજકારણની નહીં પણ તેમના નવા 'શાહી શોખ'ની છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બ્રિજભૂષણ સિંહને તેમના જન્મદિવસ નિમિત્તે એક અત્યંત કિંમતી ઘોડો ભેટમાં મળ્યો છે. આ ઘોડાની કિંમત જાણીને ખુદ પૂર્વ સાંસદ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Brij Bhushan Sharan Singh ને મળી મોટી ગિફ્ટ

બ્રિજભૂષણ સિંહે પોતે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે પંજાબના બે મિત્રો, ગુરપ્રીત સિંહ અને દીપકે તેમને આ ભવ્ય ઘોડો ભેટમાં આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ઘોડા સાથેની તસવીર શેર કરતા તેમણે લખ્યું, "નવા વર્ષ પહેલા પંજાબની બહાદુર ભૂમિ તરફથી એક કિંમતી ભેટ, પરિવારના નવા સભ્યનું સ્વાગત છે." આ ઘોડો પંજાબથી ગોંડા પહોંચતા જ તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

Advertisement

Brij Bhushan Sharan Singh ને અધધ કિંમતની મળી ભેટ

આ ઘોડા પાસે  ₹1.5 કરોડની કિંમતનો છે  અને તેનો  પાસપોર્ટ પણ છે! આ ઘોડો કોઈ સામાન્ય પ્રાણી નથી. જ્યારે બ્રિજભૂષણ સિંહે તેની કિંમત પૂછી તો તેમને જણાવવામાં આવ્યું કે આ ઘોડાની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. આટલી જંગી રકમ સાંભળીને તેઓ હસી પડ્યા અને રમુજી અંદાજમાં કહ્યું, "યાર, હું તો પાગલ થઈ રહ્યો છું!" નોંધનીય છે કે આ ઘોડાએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને તેની પાસે પોતાનો કાયદેસરનો પાસપોર્ટ પણ છે.

Brij Bhushan Sharan Singh લાઇફ સ્ટાઇલ માટે જાણીતા છે

કાર, હેલિકોપ્ટર અને પશુઓનો શોખ બ્રિજભૂષણ શરણ સિંહ હંમેશા તેમના રોયલ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. તેમને મોંઘી કાર અને હેલિકોપ્ટર ઉપરાંત ઘોડા અને ગાયો રાખવાનો ભારે શોખ છે. તેમણે ગોંડામાં તેમના નિવાસસ્થાનની સામે જ એક આધુનિક તબેલા અને ગૌશાળા બનાવી છે. તેઓ દરરોજ સવારે અને સાંજે ત્યાં સમય વિતાવે છે. નવા આવેલા ઘોડાનું તેમણે જાતે સ્વાગત કર્યું હતું અને તેને લાડ લડાવ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર આ ઘોડો અને બ્રિજભૂષણ સિંહનો અંદાજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  કૉંગ્રેસની મુશ્કેલી વધારશે પૃથ્વીરાજ ચવ્હાણની ટીપ્પણી: ઓપરેશન સિંદૂરને પર વિવાદીત દાવો

Tags :
Advertisement

.

×