ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Britain Khalistani : લંડનમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરની કાર સામે ખાલિસ્તાનીઓએ હંગામો મચાવ્યો, હુમલાનો પ્રયાસ જુઓ Video

ચેથમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમ પછી તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની
08:55 AM Mar 06, 2025 IST | SANJAY
ચેથમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમ પછી તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની
Britain, Khalistani, London, SJaishankar @ Gujaratfirst

Britain Khalistani : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, જેઓ બ્રિટનની મુલાકાતે હતા, તેમના પર ગુરુવારે લંડનમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ચેથમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમ પછી તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ જયશંકરની કાર તરફ દોડતો અને ભારતીય રાષ્ટ્રધ્વજ ફાડતો જોવા મળે છે. લંડન પોલીસે આ માણસને કાબૂમાં લીધો અને જયશંકરને ત્યાંથી સુરક્ષિત રીતે બચાવી લીધા છે. માહિતી પ્રમાણે, ભારત સરકારે આ ઘટના યુકે સમક્ષ ઉઠાવી છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જયશંકર મંગળવારે યુકેની મુલાકાતે પહોંચ્યા હતા.

ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી નારા લગાવવાનું શરૂ કર્યું

જયશંકર લંડનના ચેથમ હાઉસ થિંક ટેન્કમાં 'વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા' વિષય પર સંવાદ સત્રમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી તે પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રસ્તાના કિનારે એકઠા થયેલા ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી નારા લગાવવાનું શરૂ કર્યું હતુ. જ્યારે જયશંકર કારમાં બેઠા હતા, ત્યારે એક વ્યક્તિ તેમની તરફ દોડી ગયો અને સૂત્રોચ્ચાર કરતા કારની સામે ભારતીય ધ્વજ ફાડી નાખ્યો. વીડિયોમાં, ખાલિસ્તાની તરફી વિરોધીઓને સ્થળની બહાર વાંધાજનક સૂત્રોચ્ચાર કરતા સાંભળી શકાય છે.

જયશંકર બ્રિટનની મુલાકાતે છે

દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારથી બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે છે. જયશંકર પોતાના પ્રવાસમાં સૌપ્રથમ લંડન પહોંચ્યા છે. વિદેશ મંત્રી જયશંકરે લંડનમાં વડાપ્રધાન કીર સ્ટારમર અને વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા અંગે ચર્ચા કરી. જયશંકરની મુલાકાત અંગેના પોતાના નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને ફરીથી સ્થાપિત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત બની છે.

આ પણ વાંચો: 'વિદેશી વિદ્યાર્થીઓને જેલમાં મોકલવામાં આવશે અથવા દેશનિકાલ કરાશે', Donald Trump એ કેમ આપી 'ધમકી' ?

Tags :
BritainGujaratFirstIndiaKhalistaniLondonsjaishankarworld
Next Article