બ્રિટનના શાહી પરિવારમાં ધુણ્યું Epstein File નું ભૂત, પ્રિન્સ એન્ડ્રુની હકાલપટ્ટી
- બ્રિટનના શાહી મહેલમાંથી પ્રિન્સ એન્ડ્રુની હકાલપટ્ટી
- રાજા ચાર્લ્સે શાહી પરિવારની છબી બચાવવા ભર્યું પગલું
- રાજકુમારની પદવી છીનવીને એન્ડ્રુને ઘર બહાર કઢાયા
- અમેરિકન જેફરી એપસ્ટિન વિવાદમાં આવ્યા હતા ચર્ચામાં
Epstein File : બ્રિટનના શાહી પરિવારમાં અત્યંત વિવાદીત Epstein File નું ભૂત ધુણ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઇને બ્રિટનના શાહી મહેલમાંથી પ્રિન્સ એન્ડ્રુની (Price Andrew Gives Up Title - Epstein Files) હકાલપટ્ટીનો કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજા ચાર્લ્સે શાહી પરિવારની છબી બચાવવા માટે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. પ્રિન્સ એન્ડ્રુને રોયલ લોજ નામનું આવાસ છોડી દેવાની નોટીસ પાઠવી દેવામાં આવી છે. જેને પગલે બ્રિટેનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષોથી વિવાદમાં રહેલી Epstein File નું રાઝ સ્પષ્ટ પણે ખુલીને હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ તેમાં દુનિયાના મોટા માથાઓ પર કલંક લાગે તેવા કૃત્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
રાજવી પરિવારની શાખ બચાવવાનો પ્રયાસ
Epstein File ના કારણે વૈશ્વિક રાજકારણમાં અનેક વખત ભૂકંપ આવે તેવી ઘટનાઓ સામે આવી છે. મોટા માથાઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યોના કારણે Epstein File વર્ષોથી સતત ચર્ચામાં રહે છે. Epstein File માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઇને અને વિશ્વના જાણીતા ચહેરાઓ સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે બ્રિટનના શાહી પરિવારમાં Epstein File નું ભૂત ધુણ્યું હોવાનું સામે આવ્યું છે. બ્રિટનના શાહી મહેલમાંથી પ્રિન્સ એન્ડ્રુની હકાલપટ્ટી (Price Andrew Gives Up Title - Epstein Files) કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વારા આ કઠોર પગલું લેવામાં આવ્યું છે. આ પગલું રાજવી પરિવારની શાખ બચાવવા માટે કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
નોટીસ પણ પાઠવવામાં આવી
રાજકુમાર એન્ડ્રુની પદવી છીનવી લઇને તેમને ઘર બહાર કાઢી મુકવામાં આવ્યા છે. પ્રિન્સ એન્ડ્રુ જેફરી એપિસ્ટન વિવાદમાં ભારે વગોવાયા હતા. તાજેતરમાં પ્રિન્સ એન્ડ્રુને રોયલ લોજ નામનું આવાસ છોડવાની પણ નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં Epstein File કોનો ભોગ લેશે, તેના પર આજથી જ ચર્ચાઓ ચાલું થઇ ગઇ છે. અને તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો ----- કુટનીતિક મોરચે ભારતની મોટી જીત, ચાબહાર પોર્ટને પ્રતિબંધોમાંથી 6 મહિના માટે મુક્તિ