BOEING 787 : બ્રિટિશ એરવેઝના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં ખામીથી હડકંપ
- ટેક્નિકલ ખામી સર્જાતા લંડનથી ચેન્નાઇ આવતી ફ્લાઇટ રદ કરાઇ
- 15 હજાર ફૂટે વિમાન પહોંચતા ફ્લેપ ફેઇલ થયાનું ધ્યાને આવ્યું
- ઘટના બાદ બે કલાક પ્લેન હવામાં રહ્યું, ત્યાર બાદ લેન્ડિંગ કરાયું
BOEING 787 : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) ની ઘટના બાદ વિમાનમાં ખામીની સમસ્યાને લઇને એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં બ્રિટિશ એરવેઝ (BRITISH AIRWAYS) ના બોઇંગ ડ્રીમલાઇનર (BOEING DREAMLINER) વિમાનમાં ખામી સર્જાયાની ઘટનાને પગલે હડકંપ મચી જવા પામ્યો છે. લંડનથી ચેન્નાઇ આવતી ફ્લાઇટ (LONDON TO CHENNAI FLIGHT) હીથ્રો એરપોર્ટ પર પરત ફરી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ડ્રીમલાઇનર 787 - 8 માં ફ્લેપ ફેઇલ થઇ જતા પ્લેનને પરત એરપોર્ટ લઇ જવું પડ્યું છે. લેન્ડિંગ પહેલા બે કલાક પ્લેન હવામાં ઉડ્યું હોવાનું સામે આવતા મુસાફરોના જીવ એક તબક્કે તાળવે ચોંટી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ડ્રીમલાઇનર 787 - 8 વિમાન લંડનથી ચેન્નાઇ આવી રહ્યું હતું
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાનું સાચુ કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ પ્લેન ક્રેશની ઘટનાનો વીડિયો દુનિયાભરમાં કરોડો લોકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચ્યો હતો. અને મોટા ભાગે તમામ પ્લેન ક્રેશનું કારણ જાણવા માંગે છે. આ દરમિયાન આજે બ્રિટિઝ એરવેઝના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં ખાની સર્જાતા હડકંપ મચી ગયો છે. ડ્રીમલાઇનર 787 - 8 વિમાન લંડનથી ચેન્નાઇ આવી રહ્યું હતું. આ પ્લેન 15 હજાર ફૂટ ઉંચે ગયા બાદ ફ્લેપ ફેઇલ થઇ ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેનું લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સુરક્ષિત
આ પ્લેન લેન્ડ થતા પહેલા બે કલાક સુધી હવામાં રહ્યું હતું. જેને પગલે પ્લેનના મુસાફરોમાં ભારે ફફડાટમી લાગણી વ્યાપી જવા પામી હતી. તે બાદ હોલ્ડિંગ પેટર્નમાં રહીને હવામાં ઇંધણ ઓછું કર્યું હતું. આ પ્લેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સુરક્ષિત છે. આ ઘટના બાદ ચેન્નાઈ આવતી ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો --- '6 દસકામાં પ્રથમ વખત ભારતમાં સતત ત્રીજી વખત એક જ સરકાર ચૂંટાઇને આવી' – PM મોદી