Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Buddha Purnima ના અવસરે રાષ્ટ્રપતિ અને PM એ આપ્યો કરૂણા સંદેશ

Buddha Purnima નો આજે પાવન પર્વ છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendrabhai Modi) બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધના આદર્શોને સાકાર કરવા માટે દેશની પ્રતિબદ્ધતા અટલ છે. પોતાના સંદેશમાં તેમણે આશા વ્યક્ત કરી કે, બુદ્ધના ઉપદેશો સમાજમાં આનંદ, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. આ સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી છે.
buddha purnima ના અવસરે રાષ્ટ્રપતિ અને pm એ આપ્યો કરૂણા સંદેશ
Advertisement
  • Buddha Purnima નો આજે પાવનપર્વ
  • દેશના ટોચના નેતાઓએ શુભકામના પાઠવી
  • ભગવાન બુદ્ધના ઉપદેશો આજે પણ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું

Buddha Purnima : બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર દેશના રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન અને ગૃહમંત્રીઓ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Of India - Droupadi Murmu) ભગવાન બુદ્ધના જીવન અને શાશ્વત ઉપદેશોને યાદ કરતા કહ્યું કે, આ દિવસ માનવતા માટે ઊંડા આત્મનિરીક્ષણ અને પ્રેરણાનો પ્રસંગ છે. તેમણે સમજાવ્યું કે, બુદ્ધ પૂર્ણિમા આપણને ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન અને મહાપરિનિર્વાણ જેવા મહત્વપૂર્ણ સીમાચિહ્નોની યાદ અપાવે છે, જે સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શનના સ્ત્રોત તરીકે સેવા આપે છે.

Buddha Purnima, વિશ્વ અસંખ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે

રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધના ઉપદેશો, જે કરુણા, અહિંસા અને શાણપણ પર આધારિત છે, તે આજે પણ એટલા જ સુસંગત છે, જેટલા સદીઓ પહેલા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ અસંખ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે બુદ્ધના ઉપદેશો આપણને શાંતિ, સહિષ્ણુતા અને પરસ્પર સુમેળના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે, જે એક સારા અને સંતુલિત સમાજના નિર્માણ માટે જરૂરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - QS Ranking: IIT બૉમ્બે-મદ્રાસથી ઉપર છે પાકિસ્તાની યુનિવર્સિટી NUST!

Buddha Purnima, હિન્દીમાં એક સંદેશ પણ શેર કર્યો

આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendrabhai Modi) બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધના આદર્શોને સાકાર કરવા માટે દેશની પ્રતિબદ્ધતા અટલ છે. પોતાના સંદેશમાં તેમણે આશા વ્યક્ત કરી કે, બુદ્ધના ઉપદેશો સમાજમાં આનંદ, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ હિન્દીમાં એક સંદેશ પણ શેર કર્યો, જેમાં કહ્યું કે, બુદ્ધ પૂર્ણિમા આપણને શાંતિ, કરુણા અને સંવાદિતાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. તેમણે લોકોને આ પવિત્ર અવસરનો લાભ લેવા અને ભગવાન બુદ્ધના જીવન મૂલ્યોને સ્વીકારવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં પોતાનો ભાગ ભજવવાનો સંકલ્પ ફરીથી કરવા વિનંતી કરી.

ભગવાન બુદ્ધના ઉપદેશો એટલા જ સુસંગત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Defense Minister - Rajnath Singh) બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવતા કહ્યું કે મહાત્મા બુદ્ધનું જીવન અને વિચારો સમગ્ર માનવતા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે કહ્યું કે બુદ્ધના સંદેશા આપણને શાંતિ, કરુણા અને આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે. તેમણે એમ પણ કહ્યું કે, લગભગ અઢી હજાર વર્ષ પછી પણ ભગવાન બુદ્ધના ઉપદેશો એટલા જ સુસંગત છે અને ભવિષ્યની પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે.

બુદ્ધનું જ્ઞાન કોઈ એક યુગ પૂરતું મર્યાદિત નથી

ગૃહમંત્રી અમિતભાઇ શાહે (Home Minister - Amitbhai Shah) બુદ્ધ પૂર્ણિમાના અવસરે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભગવાન બુદ્ધનું જીવન આપણને સત્ય, અહિંસા અને કરુણાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે બુદ્ધનું જ્ઞાન કોઈ એક યુગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આવનારા સમયમાં માનવતાને દિશા અને પ્રકાશ પ્રદાન કરતું રહેશે.

આ પણ વાંચો - Labour Day : જાણો શા માટે 1 મેના રોજ જ મનાવવામાં આવે છે મજૂર દિવસ?

Tags :
Advertisement

.

×